-
સહ પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા પિયુષ દેસાઈની પણ કરેલી વરણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 01
ભાજપ હાઈકમાન્ડે દાદરાનગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્દ્રીય રેલ સંચાર ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની નિયુક્તિ કરી છે. જ્યારે સહ પ્રભારી તરીકે ગુજરાતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા ધારાસભ્ય શ્રી પિયુષ દેસાઈની કરવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્ડ દાદરા નગર હવેલી જેવા ટચૂકડા જિલ્લાની પેટા ચૂંટણીને પણ ખુબ જ મહત્ત્વ આપી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવતા દિવસોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.