September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : 
સેલવાસના દયાત ફળિયા વિસ્‍તારમાં આવેલ બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાવાસી પરિવારની 17 વર્ષીય તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા વિસ્‍તારમાં ચકચાર જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના જિલ્લા મથક સેલવાસના દયાત ફળીયાના બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાના પરિવારની દીકરી એના પિતા નોકરી પર નીકળી ગયા બાદ ઘરે એના ભાઈ સાથે હતી. બાદમાં એનો ભાઈ પણ નીચે દુકાનમાં કોઈ સામાન લેવા ગયો તે સમયે તરુણીએ અગમ્‍ય કારણોસર ઘરની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તરુણીનો ભાઈ પરત ઘરે આવ્‍યો ત્‍યારે તેણે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેથી એણે એની બહેનને બુમો મારી પણ દરવાજો ખોલ્‍યો નહતો. તેથી એના ભાઈએ બીજી ગેલેરીમાંથી ઘરમાં ડોકાવી જોતાં એની બહેન ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ભાઈના પગતળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ આજુબાજુ લોકોને કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍ળથે પહોંચી ફાંસો ખાધેલી તરૂણીની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment