October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : સ્‍માર્ટ સીટી બની રહેલ સેલવાસ નગર પાલિકા વિસ્‍તારમાં લોકો વિવિધ સમસ્‍યાથી ગ્રસ્‍ત બની રહ્યા છે. આ અંગે પાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર હાલ વરસાદની સિઝન પુરી થઈ રહી છે અને દિવાળીનો તહેવાર ગણતરીના દિવસોમાં આવતો હોય સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોની ઘણી સમસ્‍યાઓ છે, જેવી કે ડોકમરડી, બાલદેવી, ભુરકુડ ફળિયા, દયાત ફળિયા જેવા વોર્ડ અને અન્‍ય વિસ્‍તારોમાં હજુ પણ પીવા માટેનું પાણી મળતુનથી. જેમાં ડોકમરડી અને બાલદેવીમાં પીવાના ફિલ્‍ટર પાણીનો પુરવઠો પાણીની ટાંકીઓ સુધી આવી ગયેલ છે અને પીવાની મુખ્‍ય પાઈપલાઈન પણ નંખાઈ ગયેલ છે છતાં નળ કનેક્‍શન આપેલ નથી. જેથી વહેલી તકે નળ કનેક્‍શન આપવામાં આવે. અન્‍ય કેટલાક વિસ્‍તારમાં હજુ પાણીના ટેન્‍કરથી પાણી ટાંકીઓમાં ભરવામાં આવે છે અને લોકો હજુ સુધી જૂની સ્‍કીમના પાણીના નળ કનેક્‍શનનું જ પાણી પીવા મજબુર બની રહ્યા છે. જેથી આ વિસ્‍તારમાં પણ તાત્‍કાલિક ફિલ્‍ટર પાણીના કાયદેસર રીતે કનેક્‍શનના ફોર્મ ભરી ઘર ઘર વહેલમાં વહેલું પીવાનું ફિલ્‍ટર પાણી પહોંચાડવામાં આવે અને સમસ્‍યાનું નિરાકરણ કરવામાં આવે.
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં દરેક વોર્ડમાં રોડ બાબતની પણ મુખ્‍ય સમસ્‍યા છે. જેમાં રસ્‍તાઓ, ગટર વગેરેનું જ્‍યાં જ્‍યાં ખોદકામ કરેલ છે અને એ જગ્‍યા પરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે ત્‍યાં ખાડાઓ યથાવત રહ્યા છે ત્‍યાં નવા ડામરના રોડ બનાવવામાં આવે. ડોકમરડી અને બાલદેવીમાં હજુ પણ 10થી વધુ નવા રોડ બનાવવાના હોય જે જમીનના અભાવે કામ અટકેલ છે જે જમીન સંપાદન માટે સામાન્‍ય બોડીમાં લઈ લીધેલા હોય જેનું પણ વહેલી તકે સંપાદન કરવા વિનંતી ન.પા. સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે કરેલી ફરિયાદમાં કરી છે.
ઉપરાંત જે વોર્ડમાં સીવરેજ લાઈનનાખવાની બાકી છે, જેમ કે ડોકમરડી, બાલદેવી તેમજ અન્‍ય વોર્ડમાં તાત્‍કાલિક નાંખવામાં આવે જેથી રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરી શકાય. વળી પાલિકા વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઈટના મોટા કામો સ્‍માર્ટસીટી અંતર્ગત થવાના હોય પરંતુ ડોકમરડી બાલદેવી વિસ્‍તારના અંદરના નાના રસ્‍તા ઉપર સ્‍ટ્રીટલાઈટ લગાવવાની બાકી છે જે પાલિકા દ્વારા ઝડપથી લગાવવામાં આવે. બાલદેવી મેઈન રોડ જે ભસતા ફળિયાથી લઈને સાયલી સુધીના રોડનું પણ જે પણ કામ બાકી હોય જલ્‍દીથી કરવામાં આવે જેથી સુંદર અને વ્‍યવસ્‍થિત રસ્‍તાની સુવિધા લોકોને મળે તથા શહેરના તમામ કામો બાબત તાત્‍કાલિક ધોરણે ખાસ ધ્‍યાન આપીને જલ્‍દી કરવામાં આવે એવી પાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લખેલા પત્રમાં જણાવાયું છે.

Related posts

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

Leave a Comment