Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે વિદ્યાર્થીઓ માટે ઓરલ પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધા તેમજ જાગૃતિ વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૧૪/૧૨/૨૦૨૩ ગુરુવારના રોજ “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે ઓરલ પ્રેસએન્ટેશન સ્પર્ધા તેમજ જાગૃતિ વ્યાખ્યાન યોજાયો હતો. આ સ્પર્ધા તેમજ જાગૃતિ વ્યાખ્યાન કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી પ્રીતિ સિંહ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી હેલી દેસાઇ ના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉર્જા સંરક્ષણને અનુસંધાને “લાઈફ સ્ટાયલ એન્ડ એનર્જી કંસર્વેસન” વિષય પર ઓરલ પ્રેસએન્ટેશન સ્પર્ધા યોજાઈ હતી તેમજ જાગૃતિ વ્યાખ્યાન પણ યોજાયો હતો. આ જાગૃતિ વ્યાખ્યાન Gujarat Energy Development Agency (GEDA) અને Gujarat Knowledge Society (GKC) ના સંકલન દ્વારા સુરત ખાતે આવેલી સી. કે. પીઠાવાલા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડીપાર્ટમેન્ટ ના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમાન મનન બી. શાહ દ્વારા LiFE(Lifestyle for Environment) ના વિષય પર આપવામાં આવ્યો હતો.
વિશ્વની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ઊર્જા એ સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. જેના દ્વારા વિવિધ ઉદ્યોગો, ઓટોમોબાઈલ, ફેક્ટરીઓ, ગેજેટ્સ, મશીનો, ઘરગથ્થુ વસ્તુઓ અને વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ સાથે, ઊર્જાની માંગ પણ દર વર્ષે વધી રહી છે, તેથી ઊર્જા સંરક્ષણ જરૂરી છે. તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊર્જાનું સંરક્ષણ જરૂરી છે. દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશના નાગરિકોને ઉર્જા સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવા ભારત સરકાર દ્વારા દર વર્ષે આ જ દિવસે એટલે કે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ઊર્જા સંરક્ષણ કરવું એ આપણી સામાજિક અને નૈતિક ફરજ છે. ઉર્જા ના વિવિધ સ્ત્રોત ને જાળવી ને ભવિષ્ય ની પેઢી માટે પુરવઠો અવિરત રહે એ દિશા તરફ વિચારવું જોઇએ. આ ઉપરાંત સૌર અને પવન ઉર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ને જાળવવા જોઇએ.
જેમાં ઓરલ પ્રેસએન્ટેશન સ્પર્ધામાં બી ફાર્મના સેમેસ્ટર ૩ માંથી આચલ ભાનુશાલી પ્રથમ સ્થાને, હિતીક્ષા પટેલ અને ધૃતિ કારભારી દ્રિતીય સ્થાને તેમજ સુજલ પરિયાકર તૃતીય સ્થાને રહ્યા હતા. વિજેતા થયેલા વિધ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે અસોસીએટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી. દેસાઈ, અસોસીએટ પ્રોફેસર શ્રીમતી નેહા એસ. વડગામા અને આસિસટન્ટ પ્રોફેસર શ્રીમતી રિધ્ધિ ભંડારી રહ્યા હતા.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

Leave a Comment