August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ખૂંધ જલારામ નગર સોસાયટી ખાતે રહેતા અતુલ રતિલાલ માંકડીયા જે બાલાજી મેટલ વર્કસ નામની ક્‍વોરીના વ્‍યવસાય સાથે સંકળાયેલા હોય તેમણે ગુજરાત મેટલ સપ્‍લાયરના નીલમ રમણીકભાઈ જીવાણી (રહે.10-ગાયત્રી નગર સોસાયટી સહયોગ સોસાયટીની બાજુમાં ખૂંધ તા.ચીખલી) એ અતુલભાઈ માંકડીયાની બાલાજી મેટલ વર્કસમાંથી પથ્‍થરનું માટીરીયલ્‍સ ખરીદેલ હોય જેના બદલામાં રૂા.5 લાખનો ચેક આપેલ હોય જે ચેક અતુલભાઈ માંકડીયા દ્વારા બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રિટર્નથયો હતો. બાદમાં જેનો કેસ ચીખલી જ્‍યૂડીશયલ મેજીસ્‍ટ્રેટ ફસ્‍ટ ક્‍લાસ કોર્ટમાં ચલાતો હોય ત્‍યારે ફરિયાદી પક્ષ વકીલની ધારદાર રજૂઆતો કરતા ધી નેગોશિયેબલ ઈન્‍સ્‍ટુમેન્‍ટ એક્‍ટની કલમ 138 અન્‍વયેના શિક્ષાપાત્ર ગુનાહિત કળત્‍ય બદલ ચીખલી કોર્ટના વિદ્વાન ન્‍યાયાધીશ જ્‍યુડીશયલ મેજીસ્‍ટેટ ફર્સ્‍ટ કલાસ વિમલેશકુમાર દેવેન્‍દ્રપ્રસાદ વ્‍યાસ દ્વારા ગુજરાત મેટલ સપ્‍લાયરના ઓથોરાઈઝડ સિગ્નેચરી નીલમ રમણીકભાઈ જીવાણીને એક વર્ષની કેદ અને રૂા.5,000/-નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. અને જો દંડ ભરવામાં કસુર કરવામાં આવશે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવ્‍યો છે. વધુમાં આરોપી નીલમ જીવાણીએ ચેકની રકમના રૂા.5 લાખ ફરિયાદી અતુલ માંકડિયાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

Related posts

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ ગૌરાંગભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનની બાળકો સાથે કેક કાપી કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment