Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: બીલીમોરા નગરપાલિકા અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેકટી, વંકાલ, મજીગામ, થાલા અને આલીપોર ગામો ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્‍તે રસ્‍તાઓ અને આંગણવાડીના તથા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
બીલીમોરા નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.12-00 કરોડના ખર્ચે 21 કામો અને ચીખલી તાલુકાના ઘેકટી, વંકાલ, મજીગામ, થાલા અને આલીપોર ગામોમાં રૂા.6.31 કરોડના ખર્ચે 116 નાના મોટા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું .
આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું કે, વિકાસ સુવિધાઓ વધે સાથે રોડ, રસ્‍તા, લાઈટ, ડ્રેનેજ અને પાણી જેવી પાયાની સુવિધા જન જન સુધી પહોંચાડવામાં ગુજરાત રાજ્‍ય અગ્રેસર રહ્યું છે. રસ્‍તાઓને સુગમ બનાવવા સાથે વિકાસના નવા સોપાનો દ્વારા રાજ્‍યના વિકાસને વેગવંતો કરવા પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર.
ચીખલી તાલુકાના ઘેકટી ગામમાં રૂા.37-00 લાખના ખર્ચ રોડ- રૂા.7.97 લાખના ખર્ચે નિશાળ ફળીયા પાસે આંગણવાડી- રૂા. 35.69 લાખના ખર્ચે 16 વિવિધ વિકાસના કામો, વંકાલ ગામના મોખા ફળિયા પાસે રોડ રૂા.35-00 લાખના ખર્ચે- વંકાલ ગામમાં રૂા. 69.04 લાખના ખર્ચે 20 વિવિધ વિકાસના કામો, મજીગામના આહિરવાસ રોડ રૂા.52.50 લાખના ખર્ચે- રૂા.37.44 લાખના ખર્ચે 16 વિવિધ વિકાસના કામો, થાલા ગામનો રોડ રૂા.44-00 લાખના ખર્ચે-રૂા.7.97 લાખના ખર્ચે થાલા આહિરવાસ પાસે આંગણવાડી- થાલા ગામમાં રૂા.60.40 લાખના ખર્ચે 19 વિવિધ વિકાસના કામો, આલીપોરગામનો રોડ રૂા. 88.00 લાખના ખર્ચે- રૂા.7.50 લાખના ખર્ચે આલીપોર મજીવેલ પાસે આંગણવાડી – આલીપોર ગામોમાં રૂા.53.87 લાખના ખર્ચે 17 વિવિધ વિકાસના કામો અને સમરોલી ગામમાં રૂા.95.44 લાખના ખર્ચે 20 વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે બીલીમોરા નગરપાલિક પ્રમુખ વિપુલાબહેન મિષાી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિપાબહેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબહેન ગાંવિત સહિત પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહયાં હતાં.

Related posts

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

Leave a Comment