Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

રોજીંદા અપડાઉન કરતા લોકોને બિરસામુંડા સર્કલ કે અન્‍ય રસ્‍તાનો ચકરાવો મારવો પડે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ધરમપુર નજીક આવેલ સ્‍વર્ગ વાહિની નદી ઉપર ઘણા લાંબા સમયથી નવિન પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પુલ સ્‍થાનિકો માટે અતિ ઉપયોગી પુલ છે પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોઈ કારણોસર પુલની કામગીરી અટકી પડી છે તેથી ધરમપુર પ્રાંત અધિકારીને તા.પં.ના સભ્‍યએ આવેદનપત્ર પાઠવી આ પુલની કામગીરી ત્‍વરીતે ચાલું કરાવાની માંગણી કરી છે.
ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશભાઈ પટેલએ આજે ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે સ્‍વર્ગવાહિની નદીના પુલની કામગીરી પાંચ મહિનાથી બંધ પડી છે તેથીસમડીચોક થઈને રોજીંદા અપડાઉન કરતા લોકો માટે રસ્‍તો બંધ થઈ ગયો છે. આ રોડ ઉપર આવેલ દુકાનોને પણ મુશ્‍કેલીમાં મુકાઈ છે. લોકોને બિરસા મુંડા સર્કલ કે અન્‍ય રોડ એ થઈ ચકરાવો મારી અવર જવર કરવી પડે છે. તેથી સ્‍વર્ગવાહિની નદીનો પુલ બનાવી રહેલ એજન્‍સી જલદી પુલ નિર્માણ કામગીરી પૂર્ણ કરે તેવી માંગણી કરવામાં આવી છે.

Related posts

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

Leave a Comment