September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

ઈજાગ્રસ્‍તોને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: સેલવાસ ભીલાડ રોડ પર નરોલી ગામે ધાપસા બોર્ડ નજીક ટર્નિંગ પર સેલવાસ તરફથી આવી રહેલ કેમિકલ ભરેલ ટેન્‍કર દ્વારા ટર્ન ન કપાતા ડિવાઈડર સાથે ટકરાયા બાદ ટેન્‍કર પલ્‍ટી મારી ગયું હતું જેના અડફેટે ભીલાડથી સેલવાસ તરફ જઈ રહેલ ટાવેરા કાર અને એક બાઈક સવાર ચપેટમાં આવી ગયા હતા જેના કારણે ટાવેરામાં સવાર અને બાઈક સવાર મળી 6 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્‍થાનિકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ગંભીર રીતે ઘાયલોને સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.
આ મોટી ઘટનાને લઈ એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્મા, ખાનવેલ આરડીસી સહિત અધિકારીઓની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ કેમિકલ ભરેલ ટેન્‍કર હોવાને કારણે જેની કોઈને અસર ના થાય એના માટે ફાયરની ટીમ દ્વારા જે કેમિકલ ઢોળાયેલ એને ફોમ મારીને રસ્‍તો સાફ કરાયો હતો.

Related posts

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

Leave a Comment