October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડ

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

એજીએમમાં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન અને મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે થયેલી સંમતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની રચના કરાયા બાદ આજે ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં નાની દમણના દેવકા ખાતે આવેલ હોટલ તાનિયા સી રોકમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવી કમિટીની યાદી ટ્રસ્‍ટ કમિશનરને મોકલવાનો ઠરાવ તથા એ.જી.એમ.માં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન તથા મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે સંમતિ સધાઈ હતી. આ બેઠક દરમિયાન બેંકોમાં પદાધિકારીઓની બદલી કરવા બાબતે નિર્ણય લેવાયો હતો.
ઉપરાંત કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જનકલ્‍યાણકારી યોજનાઓને માછી સમાજના ઘરે ઘરે પહોંચાડવા ઉપર જોર આપ્‍યું હતું.
આયુષ્‍માન ભારત તથા પી.એમ.જીવન જ્‍યોતિ યોજના અને પી.એમ.વીમા સુરક્ષા યોજના સમાજના પ્રમુખ અને સમિતિ વિવિધ માછી સમાજના ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવી માછી સમાજના લોકોને લાભ આપવાની દિશામાં કામ કરશે આ બાબતે નિર્ણય લેવાયો હતો.
આબેઠકમાં મહામંત્રી શ્રી ટી.પી.ટંડેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી ચંપકભાઈ ટંડેલ તથા અન્‍ય ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment