Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

3336 નંગ બોટલ દારૂ અને એક ટેમ્‍પો જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : હાલના કેટલાક દિવસો બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની ગુંજ સંભળાઈ રહી છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા વોટ માટે મતદારોને રિઝવવા નીતનવા ગતકડાંની રીતરસમો અપનાવાઈ રહી છે. ત્‍યારે કઇંક તેના જ ભાગરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી જવા પામી છે. આ દારૂની હેરાફેરીને ડામવા ગુજરાત પોલીસ અને એક્‍સાઈઝ વિભાગ દ્વારા ચેકિંગ સઘન કરાયું છે. આ તરફ સંઘપ્રદેશમાંથી ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. ત્‍યારે આજે દમણના એક્‍સાઈઝ વિભાગે ગેરકાયદે રીતે દારૂની હેરાફેરી કરી રહેલ એક ટેમ્‍પાને દાભેલ ચેકપોસ્‍ટ ઉપરથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દમણના એક્‍સાઈઝ વિભાગ દ્વારા ગેરકાયદે રીતે રીતે દારૂની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડવા સખત અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેના અનુસંધાનમાં દમણની એક્‍સાઈઝટીમ ગત તા.10મી ઓક્‍ટોબરની રાત્રિએ વાહન ચેકિંગ કરી રહ્યા હતો. દરમિયાન એક્‍સાઈઝ કર્મચારી શ્રી હેમંત પટેલ અને શ્રી તુષાર પટેલે એક ટેમ્‍પોમાં પ્‍લાસ્‍ટિકના દાણાની આડમાં સંતાડીને લઈ જઈ રહેલ દારૂની પેટીને જોયું અને બંનેને તરત એની માહિતી એક્‍સાઈઝ નિરીક્ષક શ્રી મિલન કુમાર અને શ્રી દિક્ષિત ચારણિયાને આપી. ત્‍યારબાદ એક્‍સાઈઝ વિભાગની ટીમે સ્‍થળ ઉપર પહોંચીને ટેમ્‍પાની સંપૂર્ણ તપાસ કરી હતી. તપાસમાં એક્‍સાઈઝ વિભાગને 3336 નંગ બોટલ દારૂ મળી આવ્‍યો હતો. ત્‍યારપછી એક્‍સાઈઝ વિભાગે દારૂ અને ટેમ્‍પો નંબર ડીડી-01-એફ-9027ને જપ્ત કરી લીધો હતો અને ટેમ્‍પો ચાલક સનાઉલ્લા અંસારી અને હેલ્‍પર શંકર ગણેશ રામની પણ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
આ કડીમાં એક્‍સાઈઝ વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને આબકારી જકાત અધિનિયમ, 1964 અને જકાત નિયમ 2020 મુજબ કેસ નોંધવામાં આવ્‍યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હોવાની માહિતી મદદનીશ કમિશનર(એક્‍સાઈઝ) શ્રી મોહિત મિશ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

vartmanpravah

Leave a Comment