પોલીસને ચેકીંગ કરવા આવતી જોઈ ચાલક અને સાથીદાર કાર છોડી ફરાર : પોલીસે કાર સાથે 21.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી મચ્છી માર્કેટમાં પસાર થતી બી.એમ.ડબલ્યુ. કારને પોલીસે અટકાવવા ઈશારો કર્યો હતો ત્યારે કાર ચાલકને સાથીદાર કાર મુકી ભાગી છૂટતા પોલીસે શંકા વધુ દૃઢ થઈ હતી. તપાસતા કારમાંથી 786 નંગદારૂની બોટલ ડીકીમાંથી મળી આવી હતી.
ચૂંટણી સંદર્ભે વાપી પોલીસે વાહન ચેકીંગ કામગીરી વધારી દીધી છે, ગતરોજ ટાઉન પી.આઈ. સરવૈયા અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મચ્છી માર્કેટ પાસે બી.એમ.ડબલ્યુ. કાર નં.જીજે-01-કેએચ-0535 ને અટકાવવા જણાવ્યું હતું. પોલીસને જોઈને કારનો ચાલક અને અન્ય એક કાર છોડી ભાગી ગયા હતા. પોલીસે કારની તલાસી લેતા ડીકીમાંથી દારૂની બાટલી નંગ. 786 મળી આવી હતી. રૂા. 1.29 લાખનો દારૂ અને કાર મળી પોલીસે રૂા. 21.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.