October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ સાયલીમાં ટેમ્‍પો રિવર્સ લેતી વખતે યુવાન નીચે આવી જતાં ઘટના સ્‍થળે જ થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના સાયલી ગામ ખાતે રહેતો યુવાન ઘર નજીક ટેમ્‍પો પાછળ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, તે સમયે ટેમ્‍પો ચાલકે ટેમ્‍પો રિવર્સ લેતાં યુવાન ટેમ્‍પોની અડફેટે આવતાં નીચે પટકાયો હતો, બાદમાં ટેમ્‍પોના ટાયરમાં આવી દબાઈ જતાં ઘટના સ્‍થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયપ્રકાશ સિંગ (ઉ.વ.42) રહેવાસી ઘનશ્‍યામભાઈની ચાલ સાયલી. મૂળ રહેવાસી-બિહાર. જેઓ દાનહની અપાર કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ પોતાના રૂમ પરથી ફોન પર વાત કરતા કરતા નીચે આવ્‍યા હતા અને સુપર ગેસ એજન્‍સીના છોટા હાથી ટેમ્‍પોની પાછળ ઉભા રહી મોબાઈલ પર વાતો કરી રહ્યા હતા. તે સમયે ગેસ એજન્‍સીનો માણસ જે નજીકની એક દુકાનમાં સીલીન્‍ડર આપવા ગયો હતો અને પરત આવી આજુબાજુમાં જોયા વિના સીધો ટેમ્‍પોમાં બેસી ટેમ્‍પોને રિવર્સ લઈ રહ્યો હતોપ તે સમયે પાછળ ટેમ્‍પોની પાછળ ઊભેલા જયપ્રકાશને જોરદાર ટક્કર લાગી હતી અને ટેમ્‍પાના પાછળના ટાયરમાં આવી ગયા હતા. આ ઘટના જોતાં આજુબાજુના લોકોએ બુમાબુમ કરી હતી અને ટેમ્‍પોને અટકાવવા જણાવ્‍યું હતું, પરંતુટેમ્‍પોને અટકાવે તે પહેલાં જ પ્રકાશને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્‍થળ પર જ જયપ્રકાશ સિંગનું મોત થયું હતું.
આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે હોસ્‍પિટલ મોકલી આપી હતી, અને છોટા હાથી ટેમ્‍પોના ચાલકની અટક કરી ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment