Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

ખેરગામમાં અનંત પટેલ ઉપર થયેલા હૂમલા બાદ આંદોલન જોર પકડી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ત્રણ દિવસ પહેલાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર ખેરગામમાં હૂમલો થયો હતો. જેના પ્રત્‍યાઘાત સ્‍વરૂપે આવેદનપત્રો, રેલી જેવા કાર્યક્રમો અનંત પટેલના સમર્થકો યોજી રહ્યા છે. આજે બુધવારે વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલખેરગામમાં એક ખાનગી મીટિંગમાં જઈ રહ્યા હતા ત્‍યારે ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખ અને કાર્યકરોએ તેમની ગાડી પર હૂમલો કર્યો હતો. હૂમલાની ઘટનાને વખોડવા વલસાડ જિલ્લાભરની કોંગ્રેસમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. વાપી, પારડી, વલસાડ, ધરમપુરમાં રેલીઓ યોજીને આવેદનપત્રો મામલતદારોને કાર્યકરોએ આપ્‍યા હતા. ધીરે ધીરે અનંત પટેલના સમર્થકો જોરદાર લડત કરવાના મુડમાં આવી ગયા છે. આજે વાપી-શામળાજી સ્‍ટેટ હાઈવે બંધ કરી ચક્કાજામ કરી દેતા પોલીસને હરકતમાં આવવું પડયું હતું. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. છતાં આંદોલનકારીનો દેખાવો વધુ ચલાવી રાજકીય રંગ અપાઈ રહ્યા છે કારણ કે નજીકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન સાચા અર્થમાં બનેલું 3D

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment