October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

નગરના એક થી પાંચ ધોરણમાં અભ્‍યાસ કરવા માંગતા બાળકોને મળશે સીધો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.15: આજરોજ સાંજે પારડી વિસ્‍તારના ધારાસભ્‍ય અને ગુજરાત રાજ્‍યના કેબિનેટમાં નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ ખાતુ સંભાળતા કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નવીનગરી ભેસલાપાડ ખાતે એક થી પાંચ ધોરણના બાળકો માટેની શાળાના ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના 23 બાળકો બે શિક્ષકો દ્વારા હાલમાં અભ્‍યાસ કરી રહ્યા છે. પારડી નગરપાલિકા હદ વિસ્‍તારમાં શાળા આવી હોય નગરના અન્‍ય બાળકોને એક થી પાંચ ધોરણમાં અભ્‍યાસ કરવા માટેનો સીધો લાભ મળશે.
આજના આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાઈ, અલી અન્‍સારી, શિક્ષક ગણ તથા આજુબાજુ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

Leave a Comment