Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ગુજરાત સરકારશ્રી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન રોડ સેફ્ટી વેબીનાર, ક્વીઝ કોમ્પિટીશન, RTO TEAM Van સેમિનાર, MORTH Pledge, રોડ સેફ્ટી SMS જેવા વિવિધ કાર્યક્ર્મો કરીને વિદ્યાર્થીઓમાં ટેકનિકલ શિક્ષણની સાથે સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. જે ધ્યાને લઇ તા.૧૨-૧૦-૨૦૨૨ ના રોજ સચિવાલય, ગાંધીનગર ખાતે ગુજરાત સરકારશ્રીના વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, અગ્રસચિવશ્રી મનોજકુમાર દાસ  તથા રોડ સેફ્ટી કમિશનરશ્રી એલ.પી. પાલીયાના હસ્તે ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ ૨૦૨૨ સંસ્થા કેટેગરીમાં સરકારી પોલીટેકનીક વલસાડને પ્રથમ ક્રમાંક એનાયત કરી રૂા. ૧,૨૫,૦૦૦/- ની પ્રોત્સાહિત રકમ અર્પણ કરવામાં આવી હતી. વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન (WIAA) તથા L&T અમદાવાદ- માળિયા ટોલ- વે લિમિટેડ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, એમ સરકારી પોલીટેકનીક વલસાડના આચાર્ય દ્વારા જણાવાયું છે.

Related posts

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લો કોરોનાના ભરડા તરફ ધકેલાઈ રહ્યો છે : બુધવારે જિલ્લામાં 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

Leave a Comment