December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : તાજેતરના દિવસોમાં (ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક મળી હતી. આ બેઠકમાં, સંચાલક મંડળ દ્વારા નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હિદાયતુલ્લા નેશનલ લો યુનિવર્સિટી, રાયપુરના વાઇસ ચાન્‍સેલર પ્રો. (ડૉ.) વિવેકાનંદનની નિયુક્‍તિ કરવામાં આવી હતી. જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગરના વાઇસ ચાન્‍સેલર, પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમારની પસંદગી કરવામાં આવી હતી અને CLAT 2025ના કન્‍વીનર તરીકે મહારાષ્‍ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી, મુંબઈના વાઇસ ચાન્‍સેલર પ્રો. (ડૉ.) દિલીપ ઉકેને બનાવાય હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશની પ્રતિષ્ઠિત નેશનલ લૉ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26માં શરૂ થનાર સ્‍નાતક અને અનુસ્‍નાતક અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટે જરૂરી કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT) આગામી ડિસેમ્‍બરના પહેલા અઠવાડીયામાં યોજાશે. તે માટેઅરજી કરવાની પ્રક્રિયા આગામી પહેલી જુલાઈથી શરૂ થશે. જીએનએલયુ સેલવાસ કેમ્‍પસમાં પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓએ પણ આ CLAT પરીક્ષા આપવાની રહેશે.

Related posts

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment