Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

કલેક્‍ટરશ્રીએ જિલ્લા અને રાજ્‍યકક્ષાએ ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ પાંચ કિશોરીઓનું સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ કલેકટર કચેરી ખાતે તા.11મી ઓક્‍ટોબરના રોજ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘‘બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ‘કિશોરી કુશળ બનો’ થીમ આધારિત સખી (કિશોરી) મેળાનું રાજ્‍યકક્ષાએથી ઈ-લોન્‍ચિંગ કરવામાંઆવ્‍યું હતું તેમજ મહિલા અને બાળ કલ્‍યાણ રાજ્‍ય મંત્રી મનીષાબેન વકીલે કિશોરીઓ સાથે વર્ચ્‍યુઅલ પરીસંવાદ દ્વારા પ્રતિજ્ઞા વાંચન કર્યું હતું.
જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી કરી હોય એવી પાંચ(5) દીકરીઓએ હાજર રહી વર્ચુઅલ પરીસંવાદમાં ભાગ લીધો હતો. તેમજ જિલ્લા અને રાજ્‍ય કક્ષાએ ઉત્‍કળષ્ટ કામગીરી કરવા બદલ આ પાંચ (5) દીકરીઓનું ભેટ આપી જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા સન્‍માન કરાવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment