Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્‍દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના અનુસંધાને મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞ પ્રસંગે ઉચાર્યા હતા. આ પ્રસંગે ભાગવત દશાંશ યજ્ઞનું મહત્‍વ સમજાવતા કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ જણાવ્‍યું હતું કે ‘યજ્ઞ એ ભારતીય સંસ્‍કૃતિની પરંપરા છે, યજ્ઞથી વરસાદ આવે છે અને વરસાદથી ધાન્‍ય પાકે છે.’ શ્રી બાપુએ જણાવ્‍યું હતું કે, ‘અર્પિત, તર્પિત અને સમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમયેલા છે, જે ઘરમાં યજ્ઞ નથી થતાં, પિતૃઓના સ્‍મરણ તેમજ તર્પણ નથી થતા એ ઘર ઘર નથી પણ સ્‍મશાન છે.
આજે શ્રીમદ્‌ ભાગવત કથાના મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ(સરપંચ-ઘેલવાડ), ગં.સ્‍વ. ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલના યજમાન પદે આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી(ભીમપોર), શ્રી કિશન દવે તેમજ વિપ્ર વૃંદ દ્વારા રાષ્‍ટ્ર સૂક્‍તમનો પાઠ કરવામાં આવ્‍યો હતો.
આજના યજ્ઞપ્રસંગમાં શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી જાસ્‍મીન મહેશભાઈ પટેલ, શ્રી જગનભાઈ કે. પટેલ, શ્રી અશોકભાઈ પી. પટેલ, શ્રીમતી ભાવિનીબેન એ. પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રસ અમરતભાઈ પટેલ(દાભેલ), શ્રી અશોકભાઈ એમ. પટેલ, શ્રી નવીનભાઈ પંડયા(પારડી), શ્રી મિશાલ જી. પટેલ, શ્રીમતી અશ્વિના એમ. પટેલ, શ્રીમતી રીમાબેન એમ. પટેલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ અને શ્રી રિકેન પટેલ ઉપસ્‍થિત રહીને યજ્ઞમાં આહૂતિ આપી હતી. શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતીભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ, ખજાનચી શ્રી રમેશભાઈ માસ્‍ટર, શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ પટેલ(ભેંસરોડ)એ વિશેષ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએસનના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર અને શ્રી બબુસિંગનું સન્‍માન કર્યું હતું. શ્રી હરીશભાઈ પટેલની આગેવાનીમાં આવતી કાલે કથામાં ભાગવત કથાના મુખ્‍ય ઉત્‍સવ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે જેની તૈયારીઓ આયોજકો થઈ રહી હોવાની જાણકારી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના મીડિયા પ્રભારી શ્રી ઉપેન્‍દ્ર કેશવે આપી હતી.

Related posts

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

Leave a Comment