Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

ગૌરવ યાત્રા વિવિધ વિસ્‍તારોમાં ફરી નાનાપોંઢામાં સભામાં ફેરવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિતેલા પાંચ વર્ષમાં રાજ્‍યભરમાં થયેલી વિકાસ યોજનાઓ, લોક કલ્‍યાણકારી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોએ ગુજરાતે ગૌરવ સ્‍થાન હાંસલ કર્યું છે. તેની માહિતી ગામે ગામ પહોંચાડવા માટે ભાજપ દ્વારા તમામ વિધાનસભા મત વિસ્‍તારોમાં ગૌરવ યાત્રાઓનું ભવ્‍ય આયોજન કર્યું છે તે અંતર્ગત વલસાડ જિલ્લા માટે બે સમાંતર યાત્રાઓ યોજાઈ છે. ગૌરવ યાત્રા અને બીજી બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા. બન્ને યાત્રાઓ ગુરૂવારે દક્ષિણ ગુજરાતના પ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઈથી પ્રારંભ થઈ હતી. કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્‍તે બન્ને યાત્રાઓ પ્રસ્‍થાન થઈ હતી તે પૈકીની ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રા નવસારી-વલસાડના આદિવાસી વિસ્‍તારોમાં ફરી હતી. આજે શુક્રવારે આ યાત્રા વાપીથી નિકળી વિવિધ કપરાડા વિસ્‍તારમાં ફરી અંતે નાનાપોંઢામાં સભામાં ફેરવાઈ હતી.
ભગવાન બિરસા મુંડા આદિવાસીગૌરવ યાત્રામાં ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અર્જુન મુંડા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પાણી-કલ્‍પતરુ મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત ધારાસભ્‍યો, ભાજપ મંડળ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. નાનાપોંઢામાં ઝારખંડ પૂર્વ મુખ્‍યમંત્રી અર્જુન મુંડાએ ભારત અને ગુજરાત સરકારે આદિવાસીઓના વિકાસ માટે કાર્યરત યોજનાની વિશેષ રૂપરેખા તેમના પ્રવચનમાં વર્ણવી હતી. આ યાત્રા રાત્રિ રોકાણ કરીને વ્‍યારા, બારડોલી વિસ્‍તારમાં આગળ વધશે.
—-
ફોટો છે
વાપી નોટિફાઈડ બોર્ડની મીટિંગ યોજાઈ : રેસીડેન્‍ટ મેમ્‍બર તરીકે ચૈતનભાઈ ભટ્ટની વરણી
પેટા
ગત મીટિંગમાં નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે સતિષભાઈ પટેલની વરણી કરાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
છેલ્લા કેટલાક સમયથી વાપી નોટિફાઈડ બોર્ડની રચના ખેંચાતી રહી હતી. અંતે ગત મહિને સરકારે સ્‍પે.નોટિફિકેશન દ્વારા નોટિફાઈડ બોર્ડ રચનાનો આદેશ આપ્‍યો હતો તે મુંજબ નોટિફાઈડ બોર્ડ ડિરેક્‍ટરોની સર્વાનુમતે પ્રથમ મળેલી બેઠકમાં નિયુક્‍તિ જાહેર કરાઈ હતી તેમજ ચેરમેનની નિયુક્‍તિ બાકી હતી. જે બીજી બોર્ડ ડિરેક્‍ટરોની મીટિંગમાં ચેરમેન તરીકે સતિષભાઈ પટેલ (વી.આઈ.એ. માનદ સેક્રેટરી)ની વરણી કરાઈ હતી. નોટીફાઈડ બોર્ડમાં જે મહત્ત્વની પોસ્‍ટ રેસિડેન્‍ટ મેમ્‍બરનીવરણી બાકી હતી જે આજે શુક્રવારે મળેલ નોટિફાઈડ ડિરેક્‍ટરોની મીટિંગમાં રેસિડેન્‍ટ મેમ્‍બર માટે ચેતનભાઈ (ચૈતન્‍ય) ભટ્ટની વરણી કરાઈ હતી.
નોટિફાઈડ બોર્ડમાં ચેતનભાઈ ભટ્ટની રેસિડેન્‍ટ મેમ્‍બર તરીકેની વરણી બાદ ઉદ્યોગ જગતે શુભેચ્‍છાઓનો ધોધ વરસાવ્‍યો હતો. અલબત્ત ચેતનભાઈને માથે મોટી જવાબદારી પણ લેખાશે. વાપી નોટિફાઈડ વિસ્‍તારની નાગરિકી સેવાની ત્રુટીઓ દુરસ્‍ત કરાવાની તેમજ પબ્‍લિક મેમ્‍બર તરીકે લોકો તેમની પાસે જ અપેક્ષા રાખશે તે સ્‍વાભાવિક બની રહેશે.

Related posts

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment