-
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિઃ વા5ીના ઉદ્યોગકારો ઉદ્યોગોના વિકાસની સાથોસાથ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરી રહયા છે
-
સમિતિએ વાપીના સી. ઇ. ટી. પી. ની કામગીરી નિહાળીને વ્યક્ત કરેલો સંતોષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26:
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળ ઔદ્યોગિક નગરી વાપીમાં પર્યાવરણ ક્ષેત્રે થતી કામગીરીનું નીરીક્ષણ કર્યુ હુતં. સમિતિના પ્રમુખશ્રી પૂજાભાઈ વંશની આગેવાની હેઠળ રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇની વિશેષ ઉપસ્થિતિમાં વાપીના વી. આઇ. એ. અને ગ્રીન એન્વાયરો કંપનીના કોમન એફલ્યુઅન્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ સમિતિના પ્રમુખશ્રી પૂજાભાઇ અને સમિતિના અન્ય સદસ્યો સાથે વાપી ના વી. આઇ. એ. હોલ ખાતે વી. આઇ. એ. ના પ્રમુખ અને એડવાઇઝરી કમિટિના સભ્યો સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહીને વી. આઇ. એ. ની કામગીરી અને પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કોવિડ 19 જેવી મહામારીમાં પણ રાજય અનેકેન્દ્ર સરકારના રાહતફંડમાં રૂા. 50 કરોડ અને વલસાડ જિલ્લા કલેકટરને રૂા. 10 કરોડ જેવી માતબર રકમ આપી હતી. આ ઉપરાંત કોવિડમાં વી. આઇ. એ. ખાતે વાપીના ઔદ્યોગિક ઉત્પાદનમાં કામ કરતાં કામદારો અને તેમના પરિવારોને આજદિન સુધીમાં 49800 લોકોનું વિના મૂલ્યે વેકસીનેશન કરીને રાજય સરકારને સહાયરૂપ થયા છે. ત્યારબાદ સમિતિના સભ્યોએ વાપીના ગ્રીન એન્વાયરો હેઠળના સી. ઇ. ટી. પી. પ્લાન્ટની સ્થળ મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. સમિતિએ ઉદ્યોગનગરી ગણાતી વાપી નગરમાં ઉદ્યોગના વિકાસની સાથોસાથ જી. આઇ. ડી. સી. એસ્ટેટમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ ક્ષેત્રે પણ જતન કરવાની કાળજી લીધી છે જે બદલ વી. આઇ. એ. ને અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જાહેર હિસાબ સમિતિની કામગીરીની પૂર્વભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, સરકારના તમામ વિભાગોને તેમના યોજનાકીય ખર્ચ માટે બજેટમાં જે નાણાં ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે નહિ તેની દેખરેખ રાખવાનું કામ જાહેર હિસાબ સમિતિનું છે. રાજયના વિકાસમાં ઉદ્યોગો આવશ્યક છે પરંતુ તેની સાથોસાથ પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂર છે એમ જણાવ્યું હતું.
આ સમિતિના વાપી જી. આઇ. ડી. ના તમામ સ્થળોની મુલાકાતમાં સમિતિના સભ્યોસર્વશ્રી આત્મારામભાઇ પરમાર, વિવેકભાઇ પટેલ, ર્ડા. અનિલભાઇ જોશીયારા, બળદેવજી ઠાકોર, ભગાભાઇ બારડ, વિરજીભાઇ ઠુમ્મર અને વાપી વી. આઇ. એ. ના પ્રમુખશ્રી કમલેશભાઇ પટેલ, સેક્રેટરીશ્રી સતીષભાઇ પટેલ, એડવાઇઝરી બોર્ડના સભ્યો સર્વશ્રી એ. કે. શાહ, યોગેશભાઈ કાબરીયા, હેમાંગ નાયક, વાપી ગ્રીન એન્વાયરોના સી. ઇ. ઓ. શ્રી જતીનભાઇ મહેતા, વિધાનસભાના ઉપસચિવશ્રી એમ. એચ. કરંગીયા, શાખા અધિકારીશ્રી નીરજ ગામીત અને આસીસ્ટન્ટશ્રી સચીનભાઇ દેસાઇ તેમજ વાપીના અગ્રણી ઉદ્યોગપતિ હાજર રહયા હતા.