Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

અન્‍ય વાહન સાથે અકસ્‍માત અટકાવવા જતા ચાલકે સ્‍ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડથી ભિલાડ વચ્‍ચેનો નેશનલ હાઈવેનો બેલ્‍ટ અતિ સંવેદનશીલ અને અકસ્‍માત ઝોન સાબિત થઈ રહ્યો છે. રોજીંદા અનેક પ્રકારના અકસ્‍માતનો ઘટનાક્રમ ચાલુ જ રહે છે. તેવો વધુ એક અકસ્‍માત વિતેલી મધરાતે વાપી હાઈવે જલારામ મંદિર નજીક સામે ઘટયો હતો. મુંબઈ તરફથી ટ્રેક ઉપર આવી રહેલ ટ્રક અન્‍ય વાહન સાથે અકસ્‍માત થતો અટકાવવા જતા ડ્રાઈવરે સ્‍ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ટ્રક પલટી વિરૂધ્‍ધ દિશામાં મુંબઈ તરફ જતી ટ્રેક ઉપર ફસડાઈ પડી હતી.
મધરાતે ઘટેલ અકસ્‍માત બાદ મુંબઈ તરફ જતી ટ્રાફીકની લાઈન પ્રભાવિત થતા વાહનોની કતારો પારડી-વલસાડ સુધી લાગી હતી. આજે શુક્રવારે ટ્રક હટાવવાની પોલીસ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ ટ્રકમાં ભરેલ સામાન હેરાફેરીમાં વધુ સમય બગડયોહતો. અંતે બપોરે હાઈવે ક્‍લિયર કરાયો હતો. અકસ્‍માતમાં કોઈ જાન હાની થતા થતા અટકી જવા પામી હતી. ચાલકના જણાવ્‍યા મુજબ તે વાપી થી કલકત્તા તરફ જવા નિકળ્‍યો હતો. વલસાડ-ભિલાડ વચ્‍ચે વાપી આવતુ હોવાથી નિરંતર ટ્રાફિકનું ભારે દબાણ સતત વધી રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

Leave a Comment