Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા. 01
દીવમાં તા. 01/12/2021ને મંગળવારના દીવ કોલેજ દીવના એન.એસ.એસ. વિભાગ તથા સાહિત્‍ય પરિષદના સંયુક્‍ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ શિબિર સમજ આકાશવાણી, રાજકોટ દ્વારાદેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે એસ.એસ.પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુ. કોકિલા ડાભીએ સર્વેને આવકાર્યા હતા અને કોલેજના સહશૈક્ષણિક પ્રવૃત્તિઓના અધ્‍યક્ષ ડો. હર્ષદ ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા પ્રસ્‍તુત કરી હતી તેમજ શાબ્‍દિક સ્‍વાગત ડો. દીપક સૌદરવાએ કર્યુ હતું. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકેની સેવા ડો.સુશીલા વાઘમશીએ નિભાવી હતી.
આકાશવાણી તરફથી શ્રી ભરતભાઈ, સીએચસી ઘોઘલા એચઆઈવી એઈડસ વિભાગ તરફથી શ્રીમતી નીકી પટેલીયા તથા શ્રીમતી એકતા દમણિયા ઉપસ્‍થિત રહી વિદ્યાથીૃઓને એચઆઈવી અઇડ્‍સ વિશેની માહિતી આપી તેઓને મુંઝવતા પ્રશ્નોનું નિવારણ કરવાનો પ્રયત્‍ન કર્યો હતો.
સમગ્ર શિબિર કોલેજના આચાર્ય શ્રીમાન વૈભવ રિખારીના માર્ગદર્શન હેઠળ સફળ થયો હતો. આકાશવાણી, રાજકોટ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ બોયઝમાં હેમાંગકુમાર પ્રથમ સ્‍થાને, દર્શક બીજા સ્‍થાને અને કબીરે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્‍યારે ગર્લ્‍સમાં નીકીતા પ્રથમ, ધૃવીકા દ્ગિતીય અને ઉપકૃતિએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

Related posts

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment