Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17
રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને એડવોકેટ્‍સ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ છેલ્લા 2 સપ્તાહથી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને તેમના બાળકો માટે દમણ જિલ્લામાં વિવિધ સ્‍થળોએ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લા બાળ અપરાધ સહિત અન્‍ય ગુનાઓ પર રોક લગાવી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશના ઔદ્યોગિકએકમોમાં કામ કરતા કામદારો અને તેમના બાળકોને કાનૂની જાણકારી મળે તે હેતુથી આજે સોમવારે ભીમપોર ખાતે આવેલ સિલ્‍વર ઈન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્‍તારમાં રહેતા શ્રમિકો અને તેમના પરિવારોને તેમના માટે બનેલા કાયદાઓ અને બાળ અપરાધ સામે રક્ષણ, પોક્‍સો એક્‍ટ સહિતના અન્‍ય કાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે, જેથી ઔદ્યોગિક વિસ્‍તારોમાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય. શિબિરમાં કાયદાશાષાીઓએ જણાવ્‍યું હતું કે, મોટાભાગના લોકો કાયદાકીય જાણકારીના અભાવે ગુના કરે છે. આ જ કારણ છે કે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો સુધી પહોંચીને તેમને કાયદાકીય માહિતી આપવામાં આવી રહી છે.

Related posts

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીમાં 17મી ડિસેમ્‍બરે જે.સી.આઈ. દ્વારા ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાશે

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી ભડકમોરા ચાલીમાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રોકડા, ઘરેણા સહિત લાખોની મત્તા ચોરી ગયો

vartmanpravah

Leave a Comment