January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06
વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના વલોટી ભૈયા ટેકરી ખાતે રહેતી આશાપાલ સુમતોપાલ અશોકપાલ (ઉ.વ-29) (મૂળ રહે.અશ્રમપરા તા.જી.બાકુરા (પヘમિ બંગાળ) જે ગત તા.25/12/2021 ના રોજ બપોરના સમયે પતિ સુમતોપાલ અને છોકરા સાથે ચીખલી બામણવેલ ખાતે રહેતા સસરાના ધરે આવવા નીકળેલાહતા.
દરમ્‍યાન પતિ સંમતોપાલે પત્‍ની અને છોકરાને ચીખલી કોલેજ ખાતે આવી ચીખલીથી વાંસદા જતી બસમાં મૂકી પતિ પરત વલોટી જવા નીકળી ગયેલ દરમ્‍યાન પત્‍ની છોકરો સમ્રાતને પોતાના સાસરા પાસે બહાર ગેટ આગળ મૂકી હું બ્‍યુટી પાર્લરમાં જાઉં છું કહી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા ન મળતા હતાશ થયેલા પરિવારે આખરે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

Leave a Comment