August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

દમણ લાયન્‍સ કલબના 57 વર્ષના ઈતિહાસમાં બીજી વખત કલબના લાયન મેમ્‍બરની રિજીયન ચેરપર્સન તરીકે થયેલી નિમણૂંક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજરોજ તા.ર7/03/2022ના રોજ ઈન્‍ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્‍સ કલબ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફરનું અઢારમુ વાર્ષિક ડિસ્‍ટ્રીક્‍ટ કન્‍વેન્‍શન સુરત મુકામે કન્‍વેશન સેન્‍ટર ખાતે યોજાયું હતું. આજના આ ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફરના વાર્ષિક કન્‍વેશનમાં ગુજરાતની ભરૂચથીલઈને સરીગામ સુધીની 76 લાયન્‍સ કલબના લગભગ 950 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આજનાઆ ડિસ્‍ટ્રીકટ 3232એફરના વાર્ષિક કન્‍વેશનમાં આપણા પ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવની લાયન્‍સ કલબ ઓફ દમણના ર1 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આજના આ સમારંભમાં કાર્યકાળ ર0રર-ર3ના ગવર્નર લાયન શ્રી મુકેશ પટેલ દ્વારા દમણ લાયન્‍સ પરિવારના શ્રી ખુશમન ઢીમ્‍મરની ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફરના રિજીયન-પના રિજીયન ચેયરપર્સન તરીકે નિમૂણક કરવામાં આવી હતી.
લાયન્‍સ કલબ દમણની સ્‍થાપના 1965માં થઈ હતી અને 57 વર્ષના ઈતિહાસમાં આ બીજી વખત કલબના લાયન મેમ્‍બરની રિજીયન ચેરપર્સન તરીકે નિમણુક થઈ છે. આ નિમણૂક થતા જ લાયન્‍સ કલબ ઓફ દમણ અને દમણ-દીવની આમજનતામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આગામી કાર્યકારી વર્ષ ર0રર-ર3માં લાયન ખુશમન ઢીમ્‍મરના નેતૃત્‍વ હેઠળ દક્ષિણ ગુજરાત અને દમણની 1ર લાયન્‍સ કલબો કાર્યરત રહેશે. દમણની જનતાના સ્‍નેહ, સહકાર અને આશિર્વાદથી લાયન્‍સ ખુશમન ઢીમર દમણ અને દક્ષિણ ગુજરાતની જનતા માટે 1ર લાયન્‍સ કલબોના માધ્‍યમથી સેવાના લોક ઉપયોગી કાર્યા અને જરૂરીયાતમંદોની સેવા કરવા કાર્યરત રહેશે. આ પ્રસંગે લાયન્‍સ ખુશમન ઢીંમર લાયન્‍સ પરિવાર દમણ અને દમણની જનતાને સાથ સહકાર બદલ આભાર માન્‍યો હતો.

Related posts

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment