September 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

પાણી અને ગટર મામલે સરપંચ રાજેશ પટેલે સમસ્‍યા ધ્‍યાને ન લેતા મહિલાઓએ મંત્રી જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નજીકઆવેલ કોચરવા ગામના સરપંચ મહિલાઓને બિભત્‍સ ગાળો આપતા મહિલાઓએ સરપંચ વિરૂધ્‍ધ ડુંગરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ગામમાં રાજકારણ અને જુથવાદનો માહોલ છવાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોચરવા ગામે કુંભારવાડ વિસ્‍તારમાં ગટરના ખુલ્લા વહેતા પાણી માટે નાળાની માંગણી તથા પાણીની સમસ્‍યા અંગે સ્‍થાનિક મહિલાઓએ સરપંચ રાજેશ પટેલને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સમસ્‍યાનો ઉકેલ નહી આવતા જાગૃત મહિલાઓએ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી. આ અંગે મંત્રીશ્રીએ સરપંચને ઠપકો આપ્‍યો હતો ત્‍યાર બાદ મામલો ઉગ્ર બન્‍યો હતો. મહિલાઓ વિરૂધ્‍ધ અદાવત રાખી સરપંચએ બિભત્‍સ ગાળાગાળી કરી અવિવેકી વર્તન કર્યું હતું. મામલો ઉગ્ર બની ગયા બાદ 50 ઉપરાંત મહિલાઓએ સરપંચ રાજેશ વિરૂધ્‍ધ ડુંગરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ

vartmanpravah

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

vartmanpravah

Leave a Comment