Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

દમણની જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ કોર્ટે તા.21મી ઓક્‍ટોબર, 2022 સુધીના આપેલા પોલીસ રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ગત તા.13મી સપ્‍ટેમ્‍બર, 2022ની રાત્રિના સમયે દમણ પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્‍પો નંબર ડીડી-03 એલ-9341, ભેંસલોરથી કલારિયા તરફ પીસીએલ કંપનીના બે મોટા મશીનરી પાર્ટ્‍સને ભરીને જઈ રહેલ બે ચોર ઈસમો પકડાયા હતા. જે બાબતે નાની દમણ પોલીસ મથકમાં કલમ 380, 457(2) આર/ડબલ્‍યુ 34 આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. આ ઘટનાના ગુનામાં સંડોવાયેલા અત્‍યાર સુધી 4 આરોપીઓની પરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે વધુ તપાસ કરતા દમણ પોલીસે વધુ એક આરોપી નિલેશ રમેશભાઈ હળપતિ (ઉ.વ.30), રહે. વટાર, ગુજરાતની ધરપકડ કરી આજે મહેરબાન જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસની કોટમાં રજૂ કરતાં તા.21.10.2022 સુધીના પોલીસ કસ્‍ટડી રિમાન્‍ડ મંજૂર કર્યા હતા. આગળની વધુ તપાસ દમણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related posts

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment