October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહના કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રી થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું કરંટ લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડવા સાથે ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાદબારીમાંથી છટકવા કરેલા પ્રયાસોની પણ ખુબ જ ટીકા થઈ રહી છે અને મૃતકના પરિવારને યોગ્‍ય વળતર આપવા પણ કોઈપણ પ્રકારનો હરખ દર્શાવ્‍યો નથી. તેથી આ બાબતે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે મૃતક મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવામાં આવે તે માટે દાનહના કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે.
આ ઘટનાની જાણકારી મુજબ મુકેશ મધુ વાઘ વીજળીના થાંભલા ઉપર કામ કરવા એણે સુપરવાઈઝરને જણાવી પાવર સપ્‍લાય બંધ કરી વીજળીના થાંભલા પર ચડીવીજળીના તારનું રીપેરીંગ કરી રહ્યા હતા, ત્‍યારબાદ અચાનક પાવર સપ્‍લાય શરૂ થતાં મુકેશ વાઘને વીજળીનો જોરદાર કરંટ લાગતા જગ્‍યા ઉપર જ જીવ ગુમાવી દીધો હતો.
આ ઘટના બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે જણાવ્‍યું છે કે, આટલી મોટી કંપનીમાં આટલી મોટી લાપરવાહી કરવામાં કેવી રીતે કરવામાં આવી કે જેનાથી વ્‍યક્‍તિનો જીવ ગયો. આ ભૂલ ક્‍યારેય માફ કરવા લાયક નથી અને અમે દરેક જણ ઈચ્‍છીએ છીએ કે દુર્ઘટના બાબતની યોગ્‍ય તપાસ થાય અને જેઓ મોતને ભેટયા છે એમના પરિવારને મદદ યોગ્‍ય સહાય મળે. મૃતક મુકેશ વાઘના પરિવારમાં ફક્‍ત એના વૃદ્ધ માતા-પિતા રહે છે અને મુકેશ વાઘ તેઓનો એક માત્ર સહારો હતો. મૃતકના પરિવારને આજીવન નિર્વાહ થઈ શકે એવી સહાયતા ટોરેન્‍ટ પાવર લીમીટેડ દાનહ દ્વારા મળે એવો આદેશ આપના તરફથી જારી કરવામાં આવે એવી અપીલ અમે સૌના તરફથી કરીએ છીએ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે કલેક્‍ટરને નિવેદન કરતા જણાવ્‍યું છે કે આવનાર સમયમાં ટોરેન્‍ટ પાવર લીમીટેડ કંપની દ્વારા આવી લાપરવાહી નહીં થાય એ સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપના તરફથી જારી કરવામા આવે એવી અમારી માંગ છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

Leave a Comment