Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયલયનો ચુકાદો  હત્‍યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં લગભગ 4 વર્ષથી ચાલી રહેલા એક હત્‍યાની કોશિષના કેસમાં આજે વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી એમ. ભોંસલેએ આરોપી જીજ્ઞેશ મનુ પટેલને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદ અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ 25મી મે, 2019ની મોડી રાત્રિના લગભગ 12:40 વાગ્‍યાના અરસામાં જીજ્ઞેશ મનુ પટેલ અને કેતન મુકેશ પટેલ બંને રહે.પટલારા તેમના ગામની એક વાડીમાં પાર્ટી કરી રહ્યા હતા. તે સમયે બંનેની વચ્‍ચે બોલાચાલી થઈ હતી અને જીજ્ઞેશ પટેલે ચાકુથી કેતન પટેલની છાતી અને પીઠ ઉપર જીવલેણ પ્રહાર કર્યો હતો. આ ઘટના બાબતે કલ્‍પેશ મુકેશ પટેલે મોટી દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી જીજ્ઞેશ પટેલની વિરૂદ્ધ હત્‍યાની કોશિષ કરવાના ગુનામાં આઈ.પી. સી. કલમ 307 અંતર્ગત એફ.આઈ.આર. નંબર 36/2019 નોંધી હતી.
કેસના તપાસ અધિકારી પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી ધર્મેશ ધોડીએ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને ગુનાના આરોપી જીજ્ઞેશ પટેલની ધરપકડ માટે તેના ઘરે પહોંચ્‍યા, પરંતુ જીજ્ઞેશ પટેલદમણથી ભાગીને ગુજરાતમાં છુપાઈ ગયો. પોલીસે આરોપીના ઘરેથી ગુનામાં વપરાયેલ ચાકુ પણ જપ્ત કર્યુ હતું. ચાકુ ઉપર લોહી લાગેલું હતું, જેને પોલીસે તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલ્‍યું હતું.
દરમિયાન પોલીસને સૂચના મળી હતી કે આરોપી જીજ્ઞેશ પટેલ દમણ આવ્‍યો છે. ત્‍યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પી.એસ.આઈ. શ્રી ધર્મેશ ધોડીએ 23 ઓગસ્‍ટ, 2018ના રોજ દમણ ન્‍યાયાલયમાં આરોપ પત્ર રજૂ કર્યો હતો. આજે આ કેસની સુનાવણી કરતા વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ આરોપીના ઘરેથી જપ્ત કરાયેલ ચાકુ ઉપર મળેલા પીડિતનું લોહી અને 8 સાક્ષીને સાંભળ્‍યા બાદ આરોપી જીજ્ઞેશ પટેલને હત્‍યાની કોશિષના ગુનામાં દોષીત ઠેરવી 5 વર્ષની જેલ અને 10 હજાર રૂા.ના દંડની સખત સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી વકિલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર દલીલો રજૂ કરી હતી.

Related posts

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment