December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિ નિમિત્તે વાપી ખાતે આવેલ જે.કે. સિમેન્‍ટની એજન્‍સી શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ સમગ્ર દેશમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટની કંપનીની એજન્‍સી ધરાવતા શહેરોમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત વાપીના જીઆઈડીસીમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના ડિસ્‍ટ્રીબ્‍યુટર શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝના માલિક શ્રી મનસુખભાઈ મોરી દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું.
આ રક્‍તદાન શિબિરમાં મેડિલક ટીમ તરીકે લાયન્‍સ બ્‍લડ બેંક વાપી તરફથી સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વીઆઈએના માજી પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, લાયન્‍સ બ્‍લડ બેન્‍કના શ્રી કેતનભાઈ જોશી, શ્રી વિપુલભાઈ શુકલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ રક્‍તદાન શિબિરને સફળ બનાવવા શ્રી મનસુખભાઈ મોરી તથાતેમની એજન્‍સીનો સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment