September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

વિધાનસભા ચૂંટણી, સંગઠન માટે સુરત પાલિકા સહિત 7 જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપલક્ષમાં ભાજપએ કમર કસી છે. ચૂંટણી રણનીતિ, સંગઠન અને વિવિધ માળખાકીય કામગીરીઓના આયોજન માટે આવતીકાલ તા.22 ઓક્‍ટોબરના રોજ વલસાડ ખાતે દક્ષિણ ગુજરાત ઝોનની મહત્ત્વની બેઠક યોજાનાર છે. જેમાં કેન્‍દ્રીય અને પ્રદેશ નેતાઓ તથા સંગઠનના પ્રમુખો, ધારાસભ્‍યો, સંસદ સભ્‍યો ઉપસ્‍થિત રહેનાર છે.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારાના જણાવ્‍યા મુજબ તા.22 ઓક્‍ટોબરના રોજ વલસાડમાં દક્ષિણ ગુજરાત ઝોનની મહત્ત્વની બેઠક યોજાનાર છે. જેમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સહિતના ભાજપના આગેવાનો ઝોન મીટિંગમાં ઉપસ્‍થિત રહેવા છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા તથા સુરત મહાનગરપાલિકા વિસ્‍તાર દક્ષિણ ઝોનમાં સમાવિષ્‍ટ છે તેથી સંગઠનના તમામ પ્રમુખો, હોદ્દેદારો, તમામ સાંસદો,ધારાસભ્‍યો તથા સહકારી આગેવાનો વલસાડ ખાતે યોજાનારી મહત્ત્વાકાંક્ષી દક્ષિણ ઝોનની બેઠકમાં ઉપસ્‍થિત રહેનાર છે. વિધાનસભા ચૂંટણી, રણનિતી મનોમંથન તથા સંગઠન અને માળખાકીય બાબતો અંગે મહાનુભાવો ઉપસ્‍થિત સમસ્‍ત કાર્યકરોને માર્ગદર્શન આપશે. ભાજપ માટે વિધાનસભા 2022ની ચૂંટણી અતિ મહત્ત્વની હોવાથી પાર્ટી કોઈપણ ક્ષેત્ર કચાશ કે નબળાઈ છોડવા તૈયાર નથી તે માટે ચૂંટણી હોમવર્કનો દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠકમાં વિશેષ અભ્‍યાસ હાથ ધરવાના શ્રીગણેશ આરંભાઈ જશે.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

દુનિયાભરમાં નવીનતમ SARS-Cov-2 (Omicron) કેસોના નવા સ્વરૂપોના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરે છે

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

Leave a Comment