Vartman Pravah
Breaking NewsOtherઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે

  • 11જાન્‍યુઆરી-2024 દરમિયાન દીવમાં વિવિધ બીચ રમતો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : ભારતની પ્રથમ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાવા જઈ રહી છે. આ બીચ ગેમ્‍સ દીવમાં 04 જાન્‍યુઆરી, 2024 થી 11 જાન્‍યુઆરી, 2024 સુધી ચાલશે.
અત્રે નોંધનીય છે કે આ બીચ ગેમ્‍સ 04 જાન્‍યુઆરી, 2024થી દીવના બ્‍લુફલેગ પ્રમાણિત બીચ, ઘોઘલા ખાતે સાંજે 6:00 કલાકે ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ સાથે શરૂ થશે અને 11 જાન્‍યુઆરી, 2024ના રોજ આઈ.એન.એસ. ખુખરી મેમોરિયલ ખાતે સમાપ્ત થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દેશના આ સૌપ્રથમ મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું વર્ચ્‍યુઅલ રીતે ઉદ્‌ઘાટન કરશે અને કેન્‍દ્રિય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે દીવમાં ઉપસ્‍થિત રહેશે.
આ દીવ બીચ ગેમ્‍સ, 2024 હેઠળ કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્‍સીંગ, બીચ સોકર અને સી સ્‍વિમીંગની સાથે મલખંબ, બીચ કબડ્ડી અને ટગ ઓફ વોર(દોરડાખેંચ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ થાય છે. આ બીચ ગેમ્‍સમાં 20 થી વધુ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્‍વ કરતા 1200થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. વિશેષ પુરૂષ અનેમહિલાઓને સમાન તકો આપીને, ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્‍ય દર્શાવવાની તક આપવામાં આવશે.
આ બીચ રમતોત્‍સવમાં કુલ 108 ગોલ્‍ડ મેડલ, 108 સિલ્‍વર મેડલ અને 139 બ્રોન્‍ઝ મેડલ વિવિધ કેટેગરીમાં ગેમ્‍સના વિજેતા ખેલાડીઓને એનાયત કરવામાં આવશે. આ સંપૂર્ણ ગેમ્‍સનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. અઠવાડિયા સુધી ચાલનારા ગેમ્‍સ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે જેમાં દેશના નામાંકિત કલાકારો સંગીત અને સ્‍થાનિક કલા સહિતની તેમની કલાનું પ્રદર્શન કરશે.
દીવના નાગરિકોને 04 જાન્‍યુઆરી, 2024 થી સાંજના 6:00 વાગ્‍યા સુધી દીવના ઘોઘલા બીચ ખાતે ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહને માણવા તેમના પરિવારો સાથે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા જણાવવામાં આવે છે.

Related posts

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

Leave a Comment