April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

લોભામણી સ્‍કીમો આદિવાસી વિસ્‍તારમાં બતાવી આયોજકો છૂ થઈ જતા ધરમપુર પોલીસને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ આદિવાસીઓને ડ્રીમ-900 અને ઈગલ સ્‍માર્ટ નામની કંપની દ્વારા ગેરમાર્ગે દોરીને મૂડીરોકાણ કરવાની લોભામણી સ્‍કીમ બતાવી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી જનારાઓ વિરૂધ્‍ધ આજે શુક્રવારે તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલની આગેવાની હેઠળ સેંકડો લોકો રેલી આકારે પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. આવેદનપત્ર પાઠવીને ન્‍યાય અપાવવાની માંગણી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓ તથા દાદરા નગર હવેલી વિસ્‍તારમાં ગરીબ આદિવાસીઓને ડ્રીમ-900 અને ઈગલ સ્‍માર્ટ કંપનીમાં નાણા રોકવાની લાલચો અપાઈ હતી. જેમાં અનેક લોકોએ નાણા રોક્‍યા છે. જેનો આંકડો કરોડોમાં થાય છે. થોડા સમય પછી કંપની સંચાલકોછૂ થઈ જતા લોકો સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થયો હતો તેથી આજે શુક્રવારે તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલની આગેવાની હેઠળ ધરમપુર પ્રાંત અને પોલીસ સ્‍ટેશનમાં આવેદનપત્ર પાઠવી ન્‍યાય માટેની માંગણી કરી હતી. ન્‍યાય નહી મળે તો આગામી સમયે આંદોલન કરવામાં આવશે તેવી ઉપસ્‍થિતોએ માંગણી કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

Leave a Comment