September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: છેલ્લા 6-માસથી સેફરોન હોટલમાં રહેતા નરીદરસિંહ હોશિયારસિંહએ ગળેફાંસો ખાઈ લેતા વધુ તપાસ પોલીસે કરી રહી છે.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના થાલા નેશનલ હાઈવે નં-48 ઉપર આવેલસેફરોન હોટલમાં છેલ્લા 6-માસથી નરીદરસિંહ હોશિયારસિંહ (મૂળ રહે.75-એફ.એફ આશિયાના ગ્રીન્‍સ અહિંસા ખંડ-2 ઈદિરાપુરમ ગાજીયાબાદ યુ.પી) (હાલ રહે.થાલા સેફરોન હોટલના રૂમ નં-206 તા.ચીખલી) રહેતા હતા. જે છેલ્લા બે દિવસથી હોટલમાં જમવા માટે કોઈ ઓર્ડર ન આપતા હોય જેથી હોટલ સંચાલક દ્વારા રૂમમાં તેમજ તેમના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા રીસીવ ન કરતા બાદ રૂમમાં જઈ દરવાજો ખખડાવતા એ પણ નહી ખોલતા જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસ હોટલમાં જઈ દરવાજો ખોલી જોતા નરીદરસિંહ હોશિયારસિંહ પંખા સાથે ગમચો વડે ગળેફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોવા મળતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્‍થળ ઉપર પહોંચેલી પોલીસે રૂમની તલાસી લેતા રૂમમાં નરીદરસિંહના મોબાઈલ ફોનની નીચે મુકેલ ડાયરીના પાનામાં ‘‘સેલ્‍ફ સ્‍યુસાઈડ નો વન રિસ્‍પોન્‍સ” એમ અંગ્રેજીમાં લખ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

Leave a Comment