April 27, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પંચાયતીરાજ સચિવ, કલેક્ટર, પીડબલ્યુડી ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર તથા સીઈઓને લખેલો પત્ર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૩
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે તમામ ગામોને આદર્શ ગામ બનાવવા અને રસ્તાઓના ચાલી રહેલા બાંધકામમાં સ્થાનિક જનપ્રતિનિધિઓનો અભિપ્રાય લેવા ઉપર ભાર મૂક્યો છે.
પંચાયતી રાજ સચિવ, કલેકટર, સચિવ, જાહેર બાંધકામ અને સીઈઓ, જિલ્લા પંચાયતને લખેલા પત્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આદર્શ ગામ તરીકે જાહેર કરવા જાઈઍ.
ઉલ્લેખનીય છે કે, દમણ જિલ્લામાં મરવડ, વરકુંડ, ડાભેલ, અટિયાવાડ, સોમનાથ, ઘેલવાડ, પટલારા, મગરવાડા, દમણવાડા અને પરિયારી સહિતના આ દસ ગામોને પહેલાંથી જ આદર્શ ગામો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કડૈયા, ભીમપોર, દુણેઠા અને કચીગામ ગ્રામ પંચાયતો જ બિન આદર્શ ગામ છે તેમને આદર્શ ગામ તરીકે જાહેર કરવાની બાકી રહી છે. તેથી તમામ ગામોને આદર્શ ગામ તરીકે જાહેર કરવા શ્રી બાબુભાઈ પટેલે લેખિતમાં સલાહ આપી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે ઉપરોક્ત ઉચ્ચ અધિકારીઓને પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓમાં રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના માટે મારી સલાહ છે કે, સ્થાનિક જનપ્રતિનિધિઓ પોતાના ગામના રસ્તાઅોની સ્થિતિ અને દુર્દશાથી સારી રીતે વાકેફ છે તેથી ગ્રામીણ રસ્તાઓના નિર્માણ કાર્યમાં પીડબલ્યુડી ઍન્જિનિયરોઍ સંબંધિત ગામના જનપ્રતિનિધિઓ (જિલ્લા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય વગેરે)નો અભિપ્રાય પણ લેવો જાઈઍ.
સામાન્ય રીતે તાત્કાલિક રસ્તાઓ બની જાય છે પરંતુ પછીથી ખબર પડે કે ગટર અને રસ્તાઓનું સ્તર ઘણી જગ્યાઍ ઊંચુ અને નીચું હતું. જેના કારણે હળવા વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને ગ્રામજનોઍ ખરાબ રસ્તાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પીડબલ્યુડીના ઇજનેરો જ્યારે ગામના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો અભિપ્રાય લઈને રસ્તાઓ અને ગટરોનું નિર્માણ કરશે ત્યારે જળસંચય જેવી સમસ્યાઓ ઓછી રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે મગરવાડા પટેલ ફળિયા અને નવયુગ ફળિયાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે અહીં થોડો વરસાદ પડતા જ રસ્તાઓ ઉપર પાણી જમા થઈ જાય છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી ગ્રામીણ રસ્તાઓ અને ગટરોના ચાલુ બાંધકામ દરમિયાન પીડબલ્યુડી, સ્થાનિક જનપ્રતિનિધિઓના અભિપ્રાય સાથે કામ કરી રસ્તાની સમસ્યાનું કાયમી ઉકેલ આવે ઍવી આશા વ્યક્ત કરી હતી.

Related posts

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

પારડીમાં પતંગ રસિકો તથા વેપારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

vartmanpravah

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah

Leave a Comment