October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

ભાજપના ધવલ પટેલને 764226 મત જ્‍યારે કોંગ્રેસનાઅનંત પટેલને 553522 મત મળ્‍યા

ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્‍યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ બેઠક પર આજે મંગળવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી હાથ ધરાતા ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 764226 મત જ્‍યારે તેમના પ્રતિસ્‍પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને 553522 મત મળતા ભાજપના ધવલ પટેલ 210704 મતથી વિજેતા થયા છે.
સવારે 8 કલાકે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે મત ગણતરી હાથ ધરાતા પ્રથમ રાઉન્‍ડમાં જ ભાજપના ધવલ પટેલને 44286 જ્‍યારે કોંગ્રેસના અનંત પટેલને 20466 મત મળતા પહેલા રાઉન્‍ડથી જ ધવલ પટેલે 23820 મતની સરસાઈ મેળવી હતી. બીજા રાઉન્‍ડમાં ધવલ પટેલને 39053 જ્‍યારે અનંત પટેલને 26860 મત મળતા ધવલ પટેલ 12193 મતથી આગળ રહ્યા હતા. પહેલા અને બીજા રાઉન્‍ડમાં બંને ઉમેદવાર વચ્‍ચે 36013 મતનું અંતર જોવા મળ્‍યું હતું. ત્રીજા રાઉન્‍ડમાં કોંગ્રેસના અંનત પટેલને 25162 જ્‍યારે ભાજપના ધવલ પટેલને 38665 મત મળતા ધવલ પટેલ13503 મતથી આગળ રહ્યા હતા. કુલ 3 રાઉન્‍ડ સુધીમાં બંને વચ્‍ચે 49516 મતોનું અંતર જોવા મળ્‍યું હતું. ચોથા રાઉન્‍ડમાં અનંત પટેલને 27523 જ્‍યારે ધવલ પટેલને 40022 મત મળતા તેઓ 12499 મતથી ચોથા રાઉન્‍ડમાં આગળ રહ્યા હતા. કુલ 1 થી 4 રાઉન્‍ડમાં બંને વચ્‍ચે 62015 મતનું અંતર જોવા મળ્‍યું હતું. 1 થી 19 રાઉન્‍ડમાં ભાજપના ઉમેદવાર સતત આગળ રહ્યા હતા પરંતુ 20 માં રાઉન્‍ડમાં ભાજપના ધવલ પટેલ કરતા કોંગ્રેસના અનંત પટેલને વધુ મત મળ્‍યા હતા. જેમાં ધવલ પટેલને 15129 જ્‍યારે અનંત પટેલને 17285 મત મળ્‍યા હતા. જોકે કુલ 21 રાઉન્‍ડ સુધીમાં ભાજપને 742757 જ્‍યારે કોંગ્રેસને 527733 મત મળતા ભાજપના ધવલ પટેલે 215024 મતની સરસાઈ મેળવી લીધી હતી. 22માં રાઉન્‍ડમાં ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામની મત ગણતરી પૂર્ણ થયા બાદ ડાંગ, વાંસદા અને કપરાડા બેઠકના મતોની ગણતરી ચાલુ રહી હતી. આ રાઉન્‍ડમાં પણ કોંગ્રેસને વધુ મત મળ્‍યા હતા. ભાજપના ધવલ પટેલને 8470 જ્‍યારે કોંગ્રેસના અનંત પટેલને 10468 મત મળ્‍યા હતા. ડાંગ અને વાંસદાના 23માં રાઉન્‍ડમાં પણ કોંગ્રેસના અનંત પટેલને ભાજપના ધવલ પટેલની સરખામણીએ 808 મત વધુ મળ્‍યા હતા. અનંત પટેલને 8218 અને ધવલ પટેલને 7410 મત મળ્‍યા હતા. અંતે 24માં રાઉન્‍ડમાં માત્ર ડાંગ બેઠકનામતોની ગણતરી ચાલુ રહેતા ભાજપને 1410 મત વધુ મળ્‍યા હતા. અનંત પટેલને 888 અને ભાજપના ધવલ પટેલને 2298 મત મળ્‍યા હતા. આમ, કુલ 24 રાઉન્‍ડમાં 26- વલસાડ બેઠકની મત ગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના અનંત પટેલને 546419 જ્‍યારે ભાજપના ધવલ પટેલને 760935 મત મળતા બંને વચ્‍ચે 213628 મતનું અંતર જોવા મળ્‍યું હતું. પરંતુ પોસ્‍ટલ બેલેટના 10577 મતની ગણતરી થતા ભાજપના વિજેતા ઉમેદવારની લીડ ઘટી હતી. કારણ કે, પોસ્‍ટલ બેલેટમાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મત મળ્‍યા હતા. અનંત પટેલને 6215 જ્‍યારે ધવલ પટેલને 3291 ટપાલ મત મળ્‍યા હતા. જેથી ભાજપના ઉમેદવારનું જીતનું અંતર ઘટતા અંતે 210704 મતથી ધવલ પટેલનો વિજય થયો હતો. કુલ 1 થી 24 રાઉન્‍ડમાં ચાલેલી મત ગણતરી દરમિયાન જેમ જેમ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠકના મતોની ગણતરી થતા કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્‍યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી હતી.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ભાજપના ધવલ પટેલને વિજેતા ઉમેદવાર જાહેર કરી પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્‍યા હતા. નોંધનીય છે કે, રાજકોટ ટીઆરપી મોલમાં આગની કરૂણ દુર્ઘટનાને પગલે ભાજપ દ્વારા સંવેદનશીલતા દાખવી વિજય સરઘસકાઢવાનું મોકૂફ રાખવામાં આવ્‍યું હતું.

ગત ચૂંટણીમાં નોટામાં 19307 જ્‍યારે 2024માં નોટામાં 18373 મત પડ્‍યા

સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્‍પ પણ ઈવીએમમાં આપ્‍યો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 26- વલસાડ બેઠક પર કુલ 1261364 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી 19307 મતદારોએ નોટાનો વિકલ્‍પ પસંદ કર્યો હતો. જ્‍યારે વર્ષ 2024ની ચૂંટણીમાં કુલ 1362214 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 18373 મતદારોએ નોટાનો વિકલ્‍પ પસંદ કર્યો હતો. જે આંકડો જોતા ગત ચૂંટણીની સરખામણીએ મતદારોનો નોટા તરફ ઝુકાવ ઘટયો હતો. 2019માં વાંસદા બેઠક પર સૌથી વધુ 3906 મત નોટામાં પડ્‍યા હતા જ્‍યારે પારડીમાં સૌથી ઓછા 1409 મત નોટામાં પડ્‍યા હતા, વર્ષ 2024માં સૌથી વધુ નોટામાં મત વાંસદા બેઠક પર 3555 અને સૌથી ઓછા નોટામાં મત વલસાડ બેઠક પર 1659 નોંધાયા છે.

વર્ષ 2019માં 987 જ્‍યારે 2024માં 803 રિજેક્‍ટ વોટ નોંધાયા

વલસાડ બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં વર્ષ 2019માં કુલ 1261364 મતદારોએપોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 4526 મતદારોએ પોસ્‍ટલ બેલેટનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 987 મત ગણતરી દરમિયાન રદ થયા હતા જેથી માન્‍ય મત 1241070 નોંધાયા હતા. જ્‍યારે વર્ષ 2024ની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાતા કુલ 1362214 મતદારોમાંથી 10577 મતદારોએ પોસ્‍ટલ બેલટથી મતદાન કર્યુ હતુ. જેમાંથી 803 મત રિજેક્‍ટ થતા કુલ 1361411 મત વેલિડ વોટ તરીકે ગણાયા હતા. વર્ષ 2019 અને 2024ની સરખાણી કરીએ તો રદ થયેલા મત 184 ઘટયા હતા.

પુનરાવર્તનઃ ગત ચૂંટણીની જેમ જ આ વખતે પણ ભાજપ કરતા કોંગ્રેસને પોસ્‍ટલ મત વધુ મળ્‍યા

ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલનો વિજય થયો હતો પરંતુ પોસ્‍ટલ મતની વાત કરીએ તો તેમને પોતાના પ્રતિસ્‍પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કરતા 335 મત ઓછા મળ્‍યા હતા. જેના આંકડા જોઈએ તો, કુલ 4526 પોસ્‍ટલ મતમાંથી ડો.કે.સી.પટેલને 1538 જયારે જીતુ ચૌધરીને 1873 મત મળ્‍યા હતા. ગત ચૂંટણીનું પુનરાવર્તન 2024ની ચૂંટણીમાં પણ જોવા મળ્‍યું હતું. વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુ ટપાલ મત મળ્‍યા હતા. કુલ 10577 પોસ્‍ટલ મત મતમાંથી ભાજપને 3291 અને કોંગ્રેસના ઉમેદવાર અનંતપટેલને 6215 પોસ્‍ટલ મત મળ્‍યા છે.

આદિવાસી નેતા અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ધવલ પટેલ કરતા વધુ મત મળ્‍યા

26- વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતોનું વિશ્‍લેષણ કરીએ તો, આદિવાસી નેતા તરીકેની છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા વધુ મત મળ્‍યા છે. વાંસદામાં અનંત પટેલને 124286 જ્‍યારે ધવલ પટેલને 92508, ધરમપુરમાં અનંત પટેલને 97957 જ્‍યારે ધવલ પટેલને 93932 અને કપરાડામાં અનંત પટેલને 115790 જ્‍યારે ધવલ પટેલને 92564 મત મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના ધવલ પટેલને ડાંગ, વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર વધુ મત મળ્‍યા હતા.

2019ની તુલનાએ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્‍યું, ભાજપમાં વોટનું પ્રમાણ ઘટયુ

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલનો કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી સામે 353797 મતથી વિજય થયો હતો. જેમાં કુલ 1241070 મતમાંથી ડો.કે.સી.પટેલને 771980 અને જીતુભાઈ ચૌધરીને 418183 મત મળ્‍યા હતા. જ્‍યારે 2024 ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારવિજેતા થયા છે પરંતુ તેઓ તેમની પાર્ટીના ગત ચૂંટણીના ઉમેદવાર ડો.કે.સી.પટેલ જેટલી લીડ મેળવી શકયા ન હતા. જેથી ભાજપમાં વોટનું પ્રમાણ ઘટયુ હતું. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પરાજય થયો પરંતુ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્‍યું છે. ગત 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 418183 મત મળ્‍યા હતા જ્‍યારે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલને 553522 મત મળ્‍યા છે. આમ, કોંગ્રેસને ગત 2019ની ચૂંટણી કરતા 2024ની ચૂંટણીમાં 135339 મત વધુ મળ્‍યા છે. જ્‍યારે ભાજપને 7754 મત ઓછા મળ્‍યા છે.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

Leave a Comment