January 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

ગુંદલાવ ગોકુળધામ રહેતા રવિન્‍દ્ર સીંગ અને પત્‍ની મરજીંદર કોરની મોપેડ કાર સાથે ભટકાઈ : સારવારમાં પતિ-પત્‍નીના મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વલસાડ સરોધી હાઈવે ઉપર રવિવારેર મોડી રાતે સ્‍વિફટ ડિઝાયર કાર અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા મોપેડ સવાર પતિ-પત્‍નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર માટે ખસેડયા હતા. જ્‍યાં સારવાર દરમિયાન પતિ-પત્‍ની મોતને ભેટયા હતા.
વાપી ખાતે રહેતા મંગલ યાદવ ડ્રાયવિંગ કરી ગુજરાન ચલાવી રહેલ છે. ગતરોજ તેની સ્‍વિફટ ડિઝાયર કાર નં.જીજે 15 એટી 7890માં વર્ધી સવારી લઈ સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન ગુંદલાવ ગોકુળધામ સોસાયટીમાં રહેતા ટ્રક ડ્રાઈવર પતિ રવિન્‍દ્રસિંહ અવતારસિંહને લેવા માટે પત્‍ની મરજીંદર કૌર ઉર્ફ લતા જ્‍યુપીટર મોપેડ નં.એમએચ 05 ઈકે 1020 લઈને હાઈવે ગયા હતા. જ્‍યાં મોપેડ અને સ્‍વિફટ ડિઝાયર કાર ભટકાતા ગંબીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં પતિ-પત્‍ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોએ બન્નેને સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા ત્‍યાં સારવાર દરમિયાન બન્નેના કરુણ મોત થયા હતા. અકસ્‍માત બાબતે મંગલ યાદવે રૂરલ પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

Leave a Comment