Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ ઉદ્યોગ સંઘને લગતા અનેક મહત્‍વના મુદ્દાઓ ઉપર થયેલી ચર્ચા-વિચારણા : દમણ જિ.પં.વતી બની શકે એ તમામ સહયોગ આપવાની પ્રમુખ નવિનભાઈ પટેલે આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિલ્લાપંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત ઉદ્યોગોને લગતા મહત્‍વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને આજે દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલને મળ્‍યા હતા. આ પ્રસંગે, ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, સેક્રેટરી શ્રી સિંહ, જોઈન સેક્રેટરી શ્રી રાજકુમાર લોઢા, ટ્રેઝરર શ્રી આર કે શુક્‍લાએ નવીનભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. તેમજ નવી જવાબદારી મળવા બદલ ડીઆઈએએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલને શુભેચ્‍છા પાઠવી હતી.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ટીમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સાથે દમણ ઉદ્યોગ સંઘને લગતા અનેક મહત્‍વના મુદ્દાઓ ઉપર વાતચીત કરી હતી. જે દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે, ડીઆઈએની ટીમને જીલ્લા પંચાયત વતી ઉદ્યોગને બની શકે એ તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ઉપરાંત શ્રી નવીનભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર સંઘપ્રદેશ થ્રીડી બનાવવાના સ્‍વપ્‍નને સાકાર કરવા અને સ્‍વચ્‍છતા અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવા આશ્વાસન આપ્‍યું હતું.

Related posts

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

Leave a Comment