October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

ગણપતિ મહોત્‍સવ નજીકમાં આવી રહ્યો છે : ફાળા ઉઘરાણીનું નેટવર્ક બેફામ ચલાવાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડમાં રવિવારી બજારમાં ગણપતિ ફાળો ઉઘરાવવા મામલે મારામારી થઈ હતી. ફાળો નહીં આપનાર ફેરીવાળાને ફાળો ઉઘરાવવા આવેલ અજાણ્‍યા ઈસમોએ ઢોર માર મારતા બજારમાં મામલો બીચકાયો હતો.
વલસાડ સ્‍ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર છે. ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો આ બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે તેથી ફેરી અને પથારાવાળા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે. આ રવિવારી બજારમાં ગતરોજ કોઈ અજાણી ટોળકી વાઉચર-રસીદો લઈ ગણપતિ મહોત્‍સવના ફાળાની ઉઘરાણી શરૂ કરી હતી. ટોળકીના ઈસમો 100 રૂા. ઉઘરાવી 50 રૂા.ની રસીદ આપતા હતા, જેમને વકરો-વેપાર થયો હતો તેઓ ફાળો આપી રહ્યા હતા પરંતુ બોણી ના થઈ હોય તેવા ફેરીવાળાએ ફાળા નહી આપતા અજાણ્‍યા ફાળો ઉઘરાવવા આવેલ ટોળકી પેલા વેપારીને જાહેરમાં ઢોર માર મારી ધોઈ નાખ્‍યો હતો. ઘટના બાદ ગણપતિનો ફાળો ઉઘરાવનારા પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સીટી પોલીસ દોડી આવી હતી. ફાળો ઉઘરાવતા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી.ગણપતિ મહોત્‍સવને બહાને અસામાજીક તત્ત્વો ફાળાની ઉઘરાણી કરવા બિલાડીના ટોપની જેમ દર વર્ષે નિકળતા હોય છે.

Related posts

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

Leave a Comment