Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંત શ્રી જલારામ બાપાની આજે 223મી જન્‍મ જયંતિની આનંદ અને ઉત્‍સાહ સાથે ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્‍સવમાં સમગ્ર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દમણના 15000 થી 20000 જેટલા ભક્‍તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે સવારે 6.30 કલાકે શ્રી જલારામ બાપાની પાદુકા પૂજા કરવામાં આવી હતી. વેદપાઠી આચાર્ય શ્રી ચેતનભાઈ જોષીએ શ્રી વિરેન્‍દ્રભાઈ શાંતુભાઈપટેલના યજમાન પદે પૂજાઆરતી કરાવી હતી. સવારે 7.00 કલાકે મંદિરના શિખર પર ફટાકડા ફોડી મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી બાદ તમામ ભક્‍તો બાપાના દર્શન કરી શકે તે માટે દ્વાર ખોલવામાં આવ્‍યા હતા. સવારે 9.00 કલાકે શ્રી સત્‍યનારાયણ ભગવાનની કથા, આરતી અને પ્રસાદનો તમામ ભક્‍તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, યુથ એક્‍શન ફોર્સ દમણના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, કડૈયા પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા અને બાપાના આશીર્વાદ અને પ્રસાદ લીધો હતો. તમામ મહેમાનોનું જય જલારામ ભક્‍ત મંડળની કારોબારી સમિતિના સભ્‍યો શ્રી નવીનભાઈ પટેલ, મોહનભાઈ, વિરેન્‍દ્રભાઈ, દિનેશભાઈ, ઉદયભાઈ, રમણભાઈ, તમામ મહેમાનોએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું. સવારે 6.30 વાગ્‍યાથી શ્રી જલારામ બાપાના ભક્‍તોની કતારો લાગી ગઈ હતી. બપોરે 12.00 વાગ્‍યાથી મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભીમપોર ગામના વડીલશ્રીનું માર્ગદર્શન અને વિશેષ સહયોગ રહ્યો હતો તેમજ ગામના તમામ જ્ઞાતિના યુવાનો તેમજ આજુબાજુના ગામો દોરી કડૈયા, કડૈયા માછીવાડ તથા અન્‍ય સ્‍વયંસેવકોનો પણ ખૂબ જ સહયોગ મળ્‍યો હતો.
સાંજે 7.00 કલાકે શ્રી જલારામ બાપાની સાંજનીઆરતી કર્યા બાદ રાત્રે 8.30 કલાક સુધી ભજન-કીર્તન કરવામાં આવ્‍યું હતું. રાત્રે 8.30 થી 12.00 દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં કલાકાર ભાઈ-બહેનોએ પ્રાર્થના, સ્‍વાગત ગીત, નૃત્‍ય, ગરબા, નાટકનો કાર્યક્રમ ખૂબ જ ઉત્‍સાહ સાથે રજૂ કર્યો હતો જેને જોઈને દર્શકોની મોટી ભીડ ઉમટી પડી હતી અને તમામ સાંસ્‍કૃતિક કાર્યક્રમો ઉમટી પડ્‍યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરતા કલાકારોનો ઉત્‍સાહ વધારવા તેઓને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરાયા હતા. જય જલારામ ભક્‍ત મંડળના સેક્રેટરી શ્રી વિરેન્‍દ્રભાઈ શાંતુભાઈ પટેલે આ ઉત્‍સવને સફળતાપૂર્વક ઉજવવામાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

રાજકોટ ખાતે આયોજીત ત્રિ-દિવસીય ઈન્‍ડિયન અર્બન હાઉસિંગ કોન્‍કલેવ-2022ના ઉદ્‌ઘાટન સમારંભમાં દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાવાળા કેન્‍દ્ર શાસિત પ્રદેશની વિશેષ શ્રેણીનો મળેલો પ્રથમ પુરસ્‍કાર

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

Leave a Comment