(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવમાં ગઈકાલે ફરવા માટે આવેલા બે યુવકનીગાડી સ્લીપ થતાં નાની મોટી ઈજા પહોંચી હતી. નાગવા દીવ મેઈન રોડ પર ટુ વ્હીલર ગાડી ડીડી 02 એફ 7005 ગાડી વણાંકમાં સ્લીપ થઈ જતાં ગાડી પર સવાર બે યુવક એક યશ દિપકની ઉંમર 20 વર્ષ જે ગ્વાલીયરના રહેવાસી છે, જ્યારે બીજો યુવક મુદત અગ્રવાલ જેની ઉંમર 21 વર્ષ જે બિહારનો રહેવાસી છે. આ બંને યુવાનોને ઈજા પહોંચી હતી. તેઓને હાથ, પગ તથા મોઢાના ભાગે વધુ ઈજા પહોંચી હતી, તેમને 108 દ્વારા દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને સારવાર આપવામાં આવી હતી.