Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

સિધ્‍ધિ હાંસલ કરનાર મોહંમદ મોઈન મન્‍સુર જરીયાવાલાના પિતા ફૂટવેરના વેપારી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્‍ડીયા (આઈ.સી.એસ.આઈ.) દ્વારા જુન 2022 માં એક્‍ઝીક્‍યુટિવ પ્રોગ્રામની પરિક્ષામાં વાપીના ફૂટવેરના વેપારીના પૂત્રએ દેશમાં 11મા ક્રમે અને વાપીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
સી.એસ. એક્‍ઝિક્‍યુટીવ પ્રોગ્રામના સુરત ચેપ્‍ટરના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વાપી શહેરનો મોહંમદ મોઈન મન્‍સુર જલિયાવાલા પ્રથમ ક્રમે તેમજ દેશમાં 11મો ક્રમ મેળવવાની સિધ્‍ધિ મેળવી છે. આપરિક્ષા વાપીના સી.એ. સુમિત દોશીના માર્ગદર્શન હેઠળ મોઈને આપી હતી. જરૂરી મોટિવેશન તેમણે પુરુ પાડયું હતું. ઉલ્લેખનીય છે કે મોઈનના પિતા જીલાણી ફૂટવેર નામની દુકાન ચલાવી રહ્યા છે. એક ફૂટવેરના વેપારી પૂત્રએ વાપી સહિત વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ચોમેરથી મોઈન મન્‍સુરભાઈ જરીયાવાલાને અભિનંદન મળી રહ્યા છે.

Related posts

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ચણોદ ખાતે રહેતો વિદ્યાર્થીએ વાપી ડેપોને રૂટ બોર્ડ ભેટમાં આપ્‍યું

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

Leave a Comment