Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક ખાતેની અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક કેન્‍દ્ર શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સાયલી સ્‍થિત નમો મેડિકલ કોલેજ અને અથાલ ખાતે આવેલ અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. નમો મેડિકલ કોલેજની મુલાકાત દરમ્‍યાન વિદ્યાર્થીઓએ કોલેજના દરેક વિભાગોની મુલાકાત લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત બાદ ‘ભવિષ્‍યમાં ડોક્‍ટર બનવાનું અમારૂં સપનુ પુરુ થશે’ એવી આશા વ્‍યક્‍ત કરી હતી. અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનમાં ભોજન કેવી રીતે બને છે અને એની ગુણવત્તા તેમજ શાળાઓ તથા બાળમંદિરોમાં કેવી રીતે મોકલવામાં આવે છે તે કામગીરી નિહાળી હતી.

Related posts

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

Leave a Comment