Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

  • સંઘપ્રદેશના પ્રશાસકપ્રફુલભાઈ પટેલે ઝંડી બતાવીને દોડનું કરાવેલું પ્રસ્‍થાન

  • સપ્તાહ સુધી ચાલેલી દોડમાં 15165 સહભાગીઓએ લીધેલો ભાગઃ કુલ 560 કિલોમીટરની લગાવેલી દોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણો દેશ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. આ કડીમાં ભારત સરકાર દ્વારા અખિલ ભારતીય સ્‍તરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્‍મ જયંતિના અવસરે ‘રાષ્‍ટ્રીય એકતા દિવસ’ના પર્વને ઉજવવા માટે એક સપ્તાહ સુધી ચાલેલા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ‘‘રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં આજે સવારે 7 વાગ્‍યે મોટી દમણ લાઈટ હાઉસ પાસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિના અવસરે રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં ‘‘રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે દોડમાં સહભાગી બનેલાઓને રાષ્‍ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવી હતી. ત્‍યારબાદ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ઝંડી બતાવીને ‘‘રન ફોર યુનિટી”ની દોડને રવાના કરી હતી. જેમાં લગભગ 2800 જેટલા લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અનેલોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍વપ્ન રાષ્‍ટ્રીય એકતા અને અખંડતાના નારાને બુલંદ કર્યો હતો. આ 3 કિલોમીટરની દોડ મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર બીચ પાસે અને ફરી લાઈટ હાઉસ સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ અને આમજનતાએ ભારે ઉત્‍સાહ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં તમામ જિલ્લામાં ઓછામાં ઓછી 100 દોડ આયોજીત કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. આ કડીમાં દમણ જિલ્લામાં 25 ઓક્‍ટોબરથી 30 ઓક્‍ટોબર સુધી ‘‘રન ફોર યુનિટી”ની 231મી દોડ યોજાઈ હતી. જેમાં આશરે 15165 સહભાગીઓએ ભાગ લઈને કુલ 560 કિલોમીટરની દોડ લગાવી હતી. રાષ્‍ટ્રીય એકતા દિવસ ઉજવવાનો મુખ્‍ય ઉદ્દેશ નાગરિકોની વચ્‍ચે રાષ્‍ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે જાગરૂકતા લાવવા અને શક્‍તિ પ્રદાન કરવાનો છે તથા વિવિધતામાં એકતાના સંદેશને બુલંદ કરવાનો છે.

Related posts

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્‍માતમાં બે ના મોત નિપજ્‍યા

vartmanpravah

Leave a Comment