December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામનાં રહેવાસી પંકજભાઈ પટેલ કેટલાક વર્ષોથી સેવાકીય તેમજ વર્ષોથી ‘આમ આદમી પાર્ટી’ પાર્ટીમાં રહીને જિલ્લા પ્રમુખથી લઈને પ્રદેશ લેવલ સુધી પહોંચવા માટે અનેક મુશ્‍કેલી સાથે મોટો પડકાર ભજવ્‍યો હતો. સમાજનાં હિતમાં હોઈ કે પછી કોઈ પણ મુશ્‍કેલીમાં હોઈ તેના માટે આંદોલન હોઈ કે ભૂખ હડતાળ જેવા આંદોલન જેવા શષા થકી સમાજને નવી રાહ ચીંધી સમાજના પડખે રહ્યા હતા. જ્‍યારે ટૂંકા સમયમાં આપ પાર્ટી સાથે બીટીએસ પાર્ટીએ ગઠબંધન કર્યું હતું પરંતુ કંઈક કારણસર ગઠબંધનમાં તિરાડ પડતાં આપ અને બીટીએસ પાર્ટી અલગ થઈ જતા નવસારી જિલ્લામાં બીટીએસ મોટા હોદ્દા પર રહી ચૂકેલા સાદડવેલ ગામનાં પંકજભાઈ પટેલ અને એમના સમર્થકો સાથે રાનકુવા ધોડિયા સમાજ વાડીમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા સાદડવેલ ગામનાં પંકજભાઈ પટેલ અને એમના હજારો સમર્થ સાથે આપ પાર્ટીનું જાડુંનો ખેસ પહેરાવી વિધિવત આપ પાર્ટીમાં જોડાયા હતા. જેના ટૂંકા ગાળામાંજ આપ પાર્ટીએ ચીખલી-વાંસદા 177 વિધાનસભા મત વિસ્‍તારમાં ઉમેદવાર તરીકે જાહેર કરતા લોકોમાં ખુશી ફેલાઈ જવાપામી હતી. પંકજ પટેલ નવસારી જિલ્લામાં એક આંદોલનકારી તરીકે ઓળખાય રહ્યા છે અનેક લોકોના પડખે આવીને ઊભી રહે છે એવામાં આપ પાર્ટીએ વાંસદા-177 વિધાનસભામાં ટિકિટ આપતા સમાજ સાથે એમના સમર્થકોમાં પણ દિવાળી સાથે દેવ દિવાળી એમ બન્ને તહેવારનો માહોલ સર્જાયો છે ત્‍યારે હવે વાંસદા-177 વિધાનસભામાં ત્રિપાંખિયા જંગ ખેલાશે. કોણ કેટલા પાણીમાં છે એતો આવનારો સમય જ બતાવશે પણ હાલમાં તો ‘આપ’ પાર્ટીનું વાવાઝોડું ખૂબ ચર્ચામાં રહ્યું છે, જે કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે પડકારરૂપ રહેશે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

Related posts

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment