લાયન્સ બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પ તેમજ મનોવિકાસ સ્કૂલ દેગામમાં ફ્રૂટ વિતરણ કરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આવતીકાલ તા.16 માર્ચ ગુરૂવારના રોજ જન્મ દિવસ હોવાથી ભાજપ પરિવાર દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવનાર છે. લાયન્સ બ્લડ બેંકમાં સવારે 9 થી બપોરે 2 કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભાજપ જિલ્લા આર્થિક સેલ દ્વારા મહેશ ભટ્ટ (સંયોજક) અને મુકેશઠાકુર (સહ સંયોજક) તેમજ હરેશ આર્ટ, નરેશભાઈ હળપતિ સહિત કાર્યકરો દ્વારા મનોવિકાસ ટ્રસ્ટમાં બાળકોને ફળોના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.