June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો, લાઉડ સ્‍પીકર, હેલીપેડ વગેરે પરવાનગીઓ એક જ સ્‍થળેથી મળી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી – 2022 દરમિયાન ચૂંટણી જાહેર થયા બાદ તુર્તજ ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્‍પીકર તેમજ હેલીપેડના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્‍થળેથી અને સમયસર મળી રહે તેમજ તે માટે તેમણે અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મત વિસ્‍તારનાં મુખ્‍ય મથક ખાતે નોડલ અધિકારીની નિંમણૂંક કરી સીંગલ વિન્‍ડો સીસ્‍ટમ કાર્યરત કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ સીંગલ વિન્‍ડો સીસ્‍ટમની અમલવારી અર્થે વિધાનસભા વિસ્‍તાર મુજબ નોડલ ઓફિસરશ્રીની નિમણુંક કરી છે. જે મુજબ જિલ્લા નોડલ અધિકારી તરીકે મામલતદારવલસાડની નિમણૂંક કરવામાં આવી છે જે વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે નાયબ ચીટનીશ શાખામાં હાજર રહેશે. જ્‍યારે 178-ધરમપુર માટે મામલતદાર ધરમપુર, 179-વલસાડ માટે મામલતદાર વલસાડ (સીટી), 180-પારડી માટે મામલતદાર પારડી, 181-કપરાડા માટે મામલતદાર કપરાડા, અને 182-ઉમરગામ માટે મામલતદાર ઉંમરગામની નિંમણૂંક કરવામાં આવી છે. આ સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ મામલતદાર કચેરી ધરમપુર, મામલતદાર કચેરી વલસાડ, મામલતદાર કચેરી પારડી, મામલતદાર કચેરી કપરાડા અને મામલતદાર કચેરી ઉંમરગામ ખાતે કાર્યરત કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ સીંગલ વિન્‍ડો સીસ્‍ટમના નોડલ અધિકારીઓને નીચે મુજબની શરતોને આધિન કામગીરી કરવા માટે જણાવાયું છે
(1) સંગલ વિન્‍ડો સિસ્‍ટમની કામગીરી અર્થે કામગેરીના પ્રકાર અને ભારણને ધ્‍યાનમાં રાખી જે તે કચેરીના કર્મચારી ગણનો ઉપયોગ કરવાનો રહેશે.
(2) પરવાનગી માગતા રાજકીય પક્ષ/ઉમેદવારો પાસેથી કાર્યક્રમના ઓછામાં ઓછા 48 કલાક પહેલા સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની નિયત નમુનામાં અરજી મેળવવાની રહેશે.
(3) એક થી વધુ કાર્યક્રમ (EVENT) માટે અલગ અલગ અરજી મેળવવાની રહેશે કોઇ વિધાનસભા મતવિસ્‍તારના કાર્યક્રમની મંજુરી માટે એકથી વધુ જિલ્લા વિધાનસભા મતવિસ્‍તાર સમાવિષ્ટ થતાં હોય તો તે દરેક જિલ્લા વિધાનસભા મતવિસ્‍તાર માટે અલગ અલગ અરજીઓ મેળવવાની રહેશે.
(4) પ્રાપ્ત થયેલ અરજીઓ પરત્‍વે દરેક તબક્કે આપવામાં આવેલ આખરી મંજુરી નિર્ણયની તારીખ અને સમય દર્શાવતું રેકર્ડ રાખવા માટે એક અલગ રજીસ્‍ટર (લોગબુક) જાળવવાનું રહેશે.
(5)નોડલ અધિકારીએ અરજી મળ્‍યાના 3 કલાકમાં અગ્નિ શમન, જમીન-માલિક એજન્‍સીઓમાં અને મ.વિભાગ, પોલીસ વગેરે સબંધિત તમામ વિભાગો પાસેથી, જો કોઇ જરૂરી મંજુરી મેળવવી જરૂરી હોય તો તે મેળવી, રાજકીય પક્ષને પરવાનગી આપશે.
(6)મળેલ અરજીઓ પરત્‍વે”First come First served” ના આધારે મંજૂરીઓ આપવાની રહેશે.

Related posts

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

Leave a Comment