December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

આરોપી રોહીત સોલંકી ઉર્ફે અરહાન શેટ્ટી કરોડોના ફલેટમાં રહે છે : ઓડી રાખે છે તેમજ ચોરી કરવા અન્‍ય રાજ્‍યમાં પ્‍લેનથી જતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ એલ.સી.બી.એ વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં ચોરી કરેલ તેમજ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને મહારાષ્‍ટ્ર મુમ્‍બાથી મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
વાપી જીઆઈડીસી ગુંજનમાં આવેલ આદર્શ હાઉસીંગ સોસાયટીના ફલેટમાં ગત તા.12 જૂનના રોજ કોઈ ચોર તાળુ તોડી ફલેટમાં ઘૂસી ગયો હતો. સોનાના ઘરેણા અને રોકડા રૂા.1 લાખ ચોરીને ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં નોંધાયા બાદ એલ.સી.બી.એ તપાસ ચાલું કરી હતી. એલ.સી.બી. પી.આઈ. ઉત્‍સવ બારોટ અને ટીમે ટેકનિકલ વિશ્‍લેષણથી ચોરનું પગેરું મેળવ્‍યું હતું. પોલીસ ટીમ મહારાષ્‍ટ્ર મુંમ્‍બા પહોંચી હતી. રીક્ષા ચલાવી તેમજ મજુર બની પોલીસે આકાશ-પાતાળ એક કરીને અંતે પોલીસે આરોપી ચોરને દબોચી લીધો. પણ પૂછપરછ દરમિયાન ઝડપાયેલ આરોપી ચોર રોહીત સોલંકી ઉર્ફે અરહાન સેટ્ટીએ પોલીસ સમક્ષ જે જે કબુલાત કરી હતીતે સાંભળી પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી. મુંમ્‍બામાં બે કરોડના ફલેટમાં રહેતો હતો. ઓડી જેવી લક્‍ઝરીયસ કારમાં ફરતો હતો તેમજ ચોરી કરવા અન્‍ય રાજ્‍યોમાં ફલાઈટથી જતો આવતો હતો. વાપી સહિત આરોપીએ કુલ 19 ચોરીની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. મુદ્દામાલ સાથે પોલીસે આરોપી રોહીત સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ માટે જીઆઈડીસી વાપી પોલીસને સોંપ્‍યો છે.

Related posts

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

Leave a Comment