Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) 
સરીગામ, તા.02: સરીગામ નોટીફાઈડ વિસ્‍તારમાં મહત્‍વની જવાબદારી નિભાવતી ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની રાજ્‍ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ એક્‍ટ, 1962 અને ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ (નોટિફાઈડ એરીયા) રૂલ્‍સ 2007 અંતર્ગત જોઈન્‍ટસેક્રેટરી ટુ ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા 8 સભ્‍યોની બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની કરેલી રચનામાં ત્રણ સભ્‍યો સરકારના પ્રતિનિધિ છે જેમાં ડિવિઝનલ મેનેજર જીઆઈડીસી વાપી, સુપ્રીન્‍ટેન્‍ડીંગ એન્‍જિનિયર જીઆઈડીસી સુરત, અને ડેપ્‍યુટી એક્‍ઝિકયુટ એન્‍જિનિયર (ચીફ ઓફિસર) સારીગામનો સમાવેશ થાય છે. જ્‍યારે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિ તરીકે એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી કૌશિકભાઈ પી. પટેલ, શ્રી સજ્જનભાઈ મુરારકા અને શ્રી નીતિનભાઈ વી. ઓઝાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ સાથે સરીગામ નોટીફાઈડ વિસ્‍તાર માટે રચવામાં આવેલી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ગવર્નિંગ બોડીમાં અનુભવી અને ઉદ્યોગોની હિતમાં પારદર્શક રીતે કામ કરનારા અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હોવાની ઔદ્યોગિક આલમમાં લાગણી અનુભવાય રહી છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment