September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

પારડી માટે કેતન પટેલ, ધરમપુરમાં કમલેશ પટેલ, કપરાડા જયેન્‍દ્ર ગાંવિતની પસંદગી, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત વિધાનસભાની ગમે તે ઘડીએ ચૂંટણી તારીખ જાહેર થઈ શકે છે. એ પહેલા વલસાડ જિલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો માટે આપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. ઉમેદવારો નક્કી કરવાની હોડમાં આપ આગળ રહેલ છેજ્‍યારે કોંગ્રેસ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ અણસાર અપાયો નથી. આપ દ્વારા વલસાડ, પારડી, કપરાડા, ધરમપુર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. એકમાત્ર ઉમરગામની બેઠક માટે હજુ સુધી જાહેરાત કરાઈ નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ યોજેલ પત્રકાર પરિષદમાં ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી હતી. જેમાં 22 ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવાર પારડી, કપરાડા અને ધરમપુર બેઠકો માટે ડીક્‍લેર કર્યા હતા. ગઈકાલે કરેલ પાર્ટીની જાહેરાત મુજબ પારડીની બેઠક ઉપર વાપી તા.પં.ના પૂર્વ પ્રમુખ અને ભાજપમાંથી આપમાં કુદકો મારનાર કેતન પટેલને ટિકિટ અપાઈ છે. સંભવત તેઓ ભાજપના ઉમેદવાર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સામે ચૂંટણી લડશે. એ પ્રમાણે કપરાડાની બેઠક ઉપર આદિવાસી નેતા જયેન્‍દ્ર ગાંવિતને ટિકિટ અપાઈ છે. તેઓ સંભવત પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સામે ચૂંટણી લડશે જ્‍યારે ધરમપુરની બેઠક ઉપર આદિવાસી એકતા સમિતિ પ્રમુખ કમલેશ પટેલને ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ ચૂકી છે એટલે કે વિધાનસભાની જિલ્લાની પાંચ બેઠકો પૈકી ઉમરગામ સિવાય ચાર બેઠકો અનુક્રમે વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

Related posts

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

Leave a Comment